ચેરમેન CA રોનક ગોયલ, વાઇસ ચેરમેન અને WICASA (CA Student શાખા) ચેરમેન તરીકે CA હર્ષિત દેસાઈ, સચિવ તરીકે CA જાગૃત શાહ અને ખજાનચી તરીકે CA પાર્થ પટેલ તથા કમિટી સભ્ય તરીકે CA જય શાહ અને CA રાજન આનંદપરા ચુંટાઈ આવ્યા છે.
આણંદ CA ઇન્સ્ટિટ્યૂટ વર્ષ 1986 થી તેના આશરે ૪૦૦ થી વધુ CA સભ્યો તથા ૯૦૦ CA વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પરીસંવાદ તથા વિવિધ સમાજ અને દેશ હિત ના કર્યો કરતુ રહ્યું છે જેના માટે તેને સમયાંતરે રાષ્ટ્રીય તથા ક્ષેત્રીય સ્તર પર પુરષ્કાર થી બહુમાન મળેલ છે.
આ બાબતે આણંદ CA ઇન્સ્ટિટ્યૂટ ના ચેરમેન CA રોનક ગોયલ એ ખુશી ની લાગણી વ્યક્ત કરતા અને તેઓ પર વિશ્વાસ મૂકી પ્રમુખ ની જવાબદારી સોપવા બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આણંદ CA ઇન્સ્ટિટ્યૂટ વિવિધ સમાજ અને દેશ હિત ના કાર્યો કરતુ રેહશે. તેના પછી CA સભ્યો તથા CA વિદ્યાર્થીઓ માટે આવક વેરા પર નવા આવેલ સુધારા કલમ ૧૯૪(T) અને નવા આવકવેરા બિલ પર પરિસંવાદ રાખવામાં આવ્યો હતો જેમાં નિષ્ણાંત વક્તા CA પલક પાવાઘડી ઘ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ ના અંત માં સચિવ CA જાગૃત શાહ દ્વારા સૌ કોઈ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.