બિહારમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા વચ્ચે મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ છે. અશોક ચવ્હાણે સ્પીકર રાહુલ નાર્વેકરને મળીને રાજીનામું આપી દીધુ છે તેઓ ગઈકાલે જ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાને મળ્યા હતા. અને કેટલાક મુદ્દાઓ તેમની સમક્ષ મુકવામાં આવ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હાલ રાયપુરમાં છે. ચવ્હાણ ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચા છે.
ફડણવીસનું નિવેદન
અશોક ચવ્હાણ વિશે રાજ્યના ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘મેં મીડિયા પાસેથી અશોક યવ્હાણ વિશે સાંભળ્યું પરંતુ અત્યારે હું એટલું જ કહી શકું છું કે કોંગ્રેસના ઘણા સારા નેતાઓ ભાજપના સંપર્કમાં છે. પ્રજા સાથે જોડાયેલા નેતાઓ કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે. મને ખાતરી છે કે કેટલાક મોટા ચહેરાઓ કોંગ્રેસમાં જોડાશે ચાલો જોઈએ કે ભવિષ્યમાં શું થાય છે