સરકાર દ્વારા નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર મિરાંત જતીન પરીખની નિમણૂંક કરવામાં આવી છે. નડિયાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે મહેન્દ્ર એમ. દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે. તે અગાઉ નર્મદા પ્રોજેક્ટ, અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા.
નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે રાજ્ય સરકારના બજેટ સત્ર દરમિયાન ફેબુ્રઆરી મહિનામાં જાહેરાત કરાઈ હતી.જેના ૯ મહિને કેબિનેટ બેઠક મળી, જેમાં મનપાના અમલીકરણની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ મનપાની અમલના જાહેરનામુ પ્રસિધ્ધ ટુંક સમયમાં કરવામાં આવે તેવી સંભાવના છે.