Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાના દરજ્જો મળ્યો : નગરજનોમાં ખુશીનો માહોલ

નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાના દરજ્જો મળ્યો : નગરજનોમાં ખુશીનો માહોલ

નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા અંગે રાજ્ય સરકારના બજેટ સત્ર દરમિયાન ફેબુ્રઆરી મહિનામાં જાહેરાત કરાઈ હતી, જેના ૯ મહિને કેબિનેટ બેઠક મળી, જેમાં મનપાના અમલીકરણની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ મનપાની અમલના જાહેરનામુ પ્રસિધ્ધ ટુંક સમયમાં કરવામાં આવે તેવી સંભાવના છે.

નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર મિરાંત જતીન પરીખની નિમણૂંક કરવામાં આવી છે. નડિયાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે મહેન્દ્ર એમ. દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે. તે અગાઉ નર્મદા પ્રોજેક્ટ, અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા.

નડિયાદ નગરપાલિકાની હદ વિસ્તાર સહિત યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમળા, મંજીપુરા, ટુંડેલ, ડભાણ, બિલોદરા, ઉતરસંડા વગેરે ૧૦ ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો.

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.