અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ખેડા જિલ્લાના હિન્દુ ધર્મ સેનાના પ્રમુખમાંથી ગુજરાત પ્રદેશ હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવતાં હિન્દુ ધર્મ સેના સનાતની હિન્દુઓમાં ખુશીનો માહોલ છે. આ નિમણૂક બદલ રાજનભાઈ ત્રિપાઠી દ્વારા ૫.પૂ. વંદનીય સાધુ-સંતોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ સાથે તેઓએ કડક શબ્દોમાં જણાવેલ કે, ગુજરાતમાં આગામી સમયમાં હિન્દુ યુવાઓને વ્યસનમુક્ત કરવા સાથે લવજેહાદ-લેન્ડજેહાદના કિસ્સાઓને નાબૂદ કરવા અંગે પ્રયત્નો હાથ ધરવામાં આવશે અને તેઓને ધર્મ તરફે પાછા વાળવાના પ્રયાસો-કાર્યો કરવામાં આવશે. આગામી સમયમાં હિન્દુ ધર્મ સેના દ્વારા કેન્દ્ર સરકાર સાથે બેઠક યોજશે અને ગાય માતાને રાષ્ટ્રિય માતા તરીકે ઘોષિત કરવામાં આવે. અને ગુજરાત સરકાર સાથે મળીને ગાયોને રખડતી ન રાખી એક જગ્યાએ રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવે, જેથી ગૌપાલકોને ગાયોનો ઉછેર કરવામાં હાલાકી ન રહે. આ બાબતે ઘણી યોજનાઓ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
“હર ઘર ભગવા છાયેંગા” ના નારા સાથે દરેક ઘરમાંહિન્દુ સનાતની યુવા હશે તેવો સંકલ્પ લઈને હિન્દુ ધર્મ સેના આગામી સમયમાં કાર્યો કરશે તેમ નવનિયુક્ત હિન્દુ ધર્મસેના ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજનભાઈ ત્રિપાઠીએ જણાવેલ.