દેશના પૂર્વી ભાગ મણિપુરમાં મે મહિનાની શરૂઆતથી હિંસા ભડકી રહી છે. શાંતિ પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસોને ઉગ્રવાદીઓ દ્વારા સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હવે ભારતીય સેનાએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે કે સ્થાનિક મહિલાઓ જ અવરોધ ઉભી કરી રહી છે.
Women activists in #Manipur are deliberately blocking routes and interfering in Operations of Security Forces. Such unwarranted interference is detrimental to the timely response by Security Forces during critical situations to save lives and property.
🔴 Indian Army appeals to… pic.twitter.com/Md9nw6h7Fx
— SpearCorps.IndianArmy (@Spearcorps) June 26, 2023
શાંતિ પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ
જાતિય હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં સ્થાનિક મહિલાઓ જ અવરોધ ઉભી કરી રહી છે. ભારતીય સેનાએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. છેલ્લા બે મહીનાથી દેશના પુર્વી રાજ્ય મણિપુરમાં ફેલાયેલી હિંસાનો અંત લાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. જો કે અત્યાર સુધી શાંતિ પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે.
"Women activists in Manipur are deliberately blocking routes and interfering in Operations of Security Forces": Army
Read @ANI Story | https://t.co/FPjIwsbtLy#ManipurViolence #Manipur #IndianArmy #womenactivist pic.twitter.com/MuekdfC31j
— ANI Digital (@ani_digital) June 27, 2023
ભારતીય સેનાએ સમર્થન આપવા અપીલ કરી
ભારતીય સેનાએ એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે મણિપુરમાં મહિલા કાર્યકર્તાઓ જાણીજોઈને રસ્તાઓ રોકી રહી છે અને સુરક્ષા દળોની કામગીરીમાં દખલ કરી રહી છે. ગંભીર પરિસ્થિતિઓમાં જીવન અને સંપત્તિ બચાવવા માટે સુરક્ષા દળોના સમયસર પ્રતિસાદ માટે આવી બિનજરૂરી હસ્તક્ષેપ હાનિકારક છે. ભારતીય સેના જનતાના તમામ વર્ગોને શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસને સમર્થન આપવા અપીલ કરી રહી છે.