નવસારી બસ ડેપો પાસે નો રોડ દોઢ ફુટ જેટલો ઊંચો કરતા દુકાનદારો રહીશોના આંગણે પાણી ભરાતાં દુકાનદારો રહીશોએ પાલિકાને આવેદન પત્ર આપી રોડ નું ફરી નીરક્ષ્ણ કરી પછીથી રોડ બનાવવાની રજૂઆત કરી
નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં આવેલ બસ ડેપો રોડ બિસ્માર થયો હોવાની ફરિયાદ લાંબા સમયથી ચાલી રહી હતી ચોમાસા દરમિયાન વરસાદ નાં કારણે બિસ્માર થયેલો બસ ડેપો રોડ પર છેલ્લાં ત્રણ વર્ષ થી વરસાદી પાણીનો નિકાલ નહી થતા વારંવાર રસ્તો તૂટવા અને ખાડાઓ પડવા જેવી સમસ્યા ચાલતી આવેલી છે જે સમસ્યાના સમાધાન માટે પાલિકા તંત્ર દ્વારા રસ્તા નું સમારકામ કરી નવો રસ્તો બનાવવામાં આવ્યો છે પરંતુ નવા બનેલા રસ્તા એ ડેપો રોડ નાં સ્થાનિકો ની ચિંતા વધારી દીધી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે સ્થાનિકો નાં જણાવ્યા મુજબ નવા બનેલા રસ્તા નું લેવલ જાળવવામા આવેલ નથી ડેપો રોડ પર આવેલ દુકાનો અને મકાનો નાં લેવલ થી ઉંચો રસ્તો બનાવ્યા બાદ માત્ર ૨ કલાક પડેલા વરસાદના કારણે દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થઈ હતી રસ્તાની બંને બાજુએ પહેલા થી જ વરસાદી પાણી નાં નિકાલ માટે ની ડ્રેનેજ નો અભાવ છે એટલે બસ ડેપો રોડ પર વરસાદી પાણીનો તો કોઈ યોગ્ય નિકાલ થતો નથી ત્યારે બસ ડેપો રોડ પર વરસાદી ગટર લંબાવવાની જરૂર છે અને ત્રણ ચેમ્બર મુકવાની જરૂર હોવાની માંગ કરવામાં આવી રહી છે જે બાબતે બસ ડેપો રોડ પર આવેલ દુકાનદારો અને સ્થાનિક રહીશો એ પાલિકા તંત્ર ને આપેલ આવેદનપત્ર માં જણાવ્યા મુજબ નવો રસ્તો બનાવવો એ સારી વાત છે પરંતુ રસ્તા પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચ થાય તે પહેલા સ્થળ ની મૂળ સમસ્યા અને પરિસ્થિતિ વિશે નિરીક્ષણ કરવુ જોઈએ હવે જો વરસાદી પાણીનો નિકાલ નહીં થાય તો રસ્તા ની બંને તરફ પાણી ભરાઇ રહેવાની સમસ્યા યથાવત રહેશે સાથે રસ્તો ઊંચો લેવાથી ડ્રેનેજ લાઈનોના ફરજિયાત મેન્હોલ ને પણ ઊંચા કરવામાં આવશે મેનહોલ ની ઊંચાઈ વધતા નીચાણ વાળા મકાનો, દુકાનો માંથી ડ્રેનેજના ગંદા પાણીની કાયમી સમસ્યા ઊભી થઈ શકે એમ છે જેના કારણે દુકાનદારો અને સ્થાનિક રહીશો સહિત રાહદારીઓ ને પણ મૂશ્કેલી પડશે તેમજ દૂષિત પાણી ભરાઈ રહેતા લોકોનાં આરોગ્ય પણ જોખમાય શકે છે
અને પાણી નાં કારણે નવો બનેલો રસ્તો ફરીથી તૂટીને બિસ્માર થશે તેવી શક્યતા સેવાઈ રહી છે સ્થાનિકો દુકાનદારો, રહીશોએ પાલિકાના એન્જિનિયર, તેમજ પાલિકા પ્રમુખને રૂબરૂ મળી એક વખત સ્થળ પર ફરીથી નિરીક્ષણ કરી અને એમાં જે મૂળ સમસ્યા છે એના પર ધ્યાન આપવાની જરૂર છે અને રસ્તા ની ઊંચાઈ નું લેવલ સરખો કરી વરસાદી ગટર ને લંબાવવાની જરૂર હોવાની રજૂઆત કરી છે હાલમાં રસ્તાનું કામ ચાલી રહ્યું છે તેને મુલતવી રાખી રૂબરૂ નિરક્ષણ કરી રસ્તાની આજુબાજુની દુકાનો, રહીશોનો અભિપ્રાય લઈ પછી રસ્તો બનાવવામા આવે એવી રજૂઆત કરવામાં આવી.
નવસારી
રિપોર્ટર- અજીતસિંહ ઠાકુર.