Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 24°C

મહુવા પાસે કાકીડી ગામે આવતા પખવાડીએ મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા

મહુવા પાસે કાકીડી ગામે આવતા પખવાડીએ મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા

મહુવા પાસે કાકીડી ગામે આવતા પખવાડીએ મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. આ આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

દિવાળીનાં પર્વ તહેવારો સાથે મોરારિબાપુનાં વ્યાસાસને ગોહિલવાડનાં નાનકડા ગામ કાકીડીમાં રામજીમંદિરનાં સાનિધ્ય સાથે રામકથા લાભ મળનાર છે.

આગામી પખવાડિયે એટલે કે શનિવાર તા.૧૯થી રવિવાર તા.૨૭ દરમિયાન મહુવા પાસેનાં આ કાકીડી ગામનાં ગોંદરે ભક્તિ ભાવ સાથે શ્રી રામકથા યોજાનાર છે.

શ્રી મોરારિબાપુનાં વતન તલગાજરડા પાસેનાં જ આ કાકીડી ગામે આ રામકથા આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અહીંયા વિશાળ કથા મંડપ, રસોડું તેમજ વાહન વ્યવસ્થા સહિત શ્રોતાઓને સુગમતા અર્થે કાર્યકર્તા સેવકો દ્વારા કામગીરી ચાલી રહી છે.

 

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

 

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.