વિશ્વ યોગ દિવસ નિમિત્તે ઈન્ટરનેશનલ યોગ ચેમ્પિયન હેત્સવી સોમાણીએ સગર્ભા મહિલાઓ માટે ના આસનો અને પ્રણાયમ કરી સ્વસ્થ બાળક ને જન્મ આપી શકાય છે તેની જાણકારી આપી હતી , મહત્વ ની વાત અહી એ પણ છે હેત્સવી પોતે પણ સગર્ભા છે .
વિશ્વ આખું જ્યારે યોગમય થયુ છે ત્યારે કોઈ દરિયા કિનારે તો કોઈ મોટા મેદાનો માં તો વળી કોઈ પર્વત ની ટોચ ઉપર યોગ કરી વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરી રહ્યુ છે ત્યારે ભાવનગરની હેત્સવી સોમાણી કે જેઓ ઈન્ટરનેશનલ લેવલ પર ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેમણે સગર્ભા મહિલાઓ એ ક્યાં આસન કરવા જે થી બાળક નું સ્વસ્થ રહે અને કયા પ્રાણાયામ કરવા જોઈએ .
ત્રીજા મહિના બાદ સગર્ભા સ્ત્રીએ તાડાસન , ધ્રુવાસન , ભદ્રાસન જેવા આસનો કરી શકાય છે જ્યારે અણુલોમ વિલોમ , ઓમકાર પ્રાણાયામ , મકાર પ્રાણાયામ તેમજ ભ્રામી પ્રાણાયામ કરી શકાય છે .
આ સિવાય પણ આસનો છે જે સગર્ભા સ્ત્રી કરી શકે છે પરંતુ યોગ્ય માર્ગદર્શન હેઠળ કરવા જરૂરી છે .
સગર્ભા અવસ્થામાં દરેક સ્ત્રી ની તાસીર અલગ હોવાના કારણે હેતસ્વી જણાવે છે કોઈ આસન અથવા પ્રણાયમ સમયે કોઈ તકલીફ અનુભવાય તો આસન બંધ કરી દેવા અને ત્યાર બાદ ડોકટર નો સંપર્ક કરવો
બાઈટ : હેત્સવી સોમાણી , ઈન્ટરનેશનલ યોગ ચેમ્પિયન