ભારત વિકાસ પરિષદ ગુજરાત ના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગ સાયન્સીટી, વિજ્ઞાન ભવન, અમદાવાદ ખાતે યોજાયો. સુવર્ણ જયંતિ કાર્યક્રમ ના દીપ પ્રાગટ્ય ભુપેન્દ્રભાઈ પટેલ( ગુજરાત મુખ્ય મંત્રી ) મેયર પ્રતિભા જૈન, અતિથિ વિશેષ ર્ડો મનમોહનજી વૈદ્ય, ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ પટેલ, ટ્રસ્ટીગણ, પ્રમુખ ફાલ્ગુનભાઈ વોરા, રાષ્ટ્રીય પ્રાંત પદાધિકારી અને અન્ય મહાનુભાવો હસ્તે કરવામાં આવેલ.
સીએમ ભુપેન્દ્રભાઈએ ભારત વિકાસ પરિષદ ગુજરાતની સુવર્ણ વર્ષ સુધીની ડોક્યુમેન્ટ્રી નિહાળી અને પ્રાસંગિક પ્રવચનમાં સેવાકીય પ્રકલ્પોની બિરદાવી સવિશેષ નોંધ લીધી, કાર્યક્રમના વક્તા ડો. મનમોહનજી વૈધે એ બૌદ્ધિક અને પ્રેરણાદાયી વક્તવ્ય આપીને સૌ શ્રોતાગણ ને પ્રોત્સાહિત કરેલ.
આ પ્રસંગે દક્ષિણ – પૂર્વ પ્રાંત સહમંત્રી અમિત સોની,પ્રમુખશ્રી તેજલભાઈ પંડ્યા, મંત્રી રિન્કેશભાઈ સોની, કારોબારી સભ્યો, શાખા પરિવારજનો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયેલ.