ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પોતાના જન્મ દિવસ નીમતે ચાર કાર્યક્રમો યોજી જન્મ દિવસની ઉજવણી કરી હતી . ઘોઘા ગૌશાળામાં ગયો ને ઘાસ ચારો , ફ્રી મેડિકલ ચેક અપ , સ્ત્રીઓ માટે ખાસ બ્રેસ્ટ કેન્સર ની તપાસ , એક પેડ માં કે નામ અંતર્ગત આંબા ના છોડ નું વિતરણ અને મોટા ડસ્ટ બિન નું વિતરણ કરવામાં આવ્યું હતુ.
ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ રીંગ રોડ સ્થિત પી.જે. વિદ્યાસંકુલ માં પોતાના જન્મ દિવસ નીમીતે સમાજ ઉપયોગી કાર્યક્રમ યોજ્યો હતો . આ પ્રસંગે ધારાસભ્ય સેજલબેન એ પોતના વક્તવ્યમાં કહ્યું કે સ્ત્રીઓ ઘરના દરેક સભ્યો નું ધ્યાન રાખતી હોય છે પરંતુ પોતાના સ્વસ્થ્યની કાળજી નથી લેતી જેને લઈને સ્ત્રીઓ માટે બ્રેસ્ટ કેન્સર ની તાપસ રાખવામાં આવી હતી જેનો લાભ બોહળી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો તેવી જ રીતે પ્રધાનમંત્રી દ્વારા અપાયેલ સ્લોગન “એક પી માં કે નામ” અંતર્ગત આંબા ના છોડ નું વિતરણ કરવામાં આવ્યું હતુ. સાથે સાથે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સેજલબેન દ્વારા પોતાના મત વિસ્તારમાં આવતા ફલેટના રહીશો ને મોટા ડસ્ટબિન નું વિતરણ કરવામાં આવ્યું હતું . સાથે સાથે સેજલબેન દ્વારા વેહલી સવારે ઘોઘા રોડ સ્થિત ગૌશાળામાં ગૌ માતા માટે ઘાસ ચારો આપ્યો હતો અને પોતાના દિવસની આજના દિવસે શરૂઆત કરી હતી .
આ પ્રસંગે સાસંદ નીમુબેન બાંભણિયા , ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી , મેયર ભરતભાઈ બારડ, શહેર અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ , પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ સહિત શહેરના ઉદ્યોગપતિઓ , શ્રેષ્ઠીઓ તેમજ ભાજપના વોર્ડ પ્રમુખ પદાધિકારીઓ એ સેજલબેનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી .
રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)