ભાવનગર મહુવા રેલગાડી અડફેટે ઈશ્વરિયાની બાળકીનું કરૂણ મરણ નીપજ્યું છે. પોતાના ઘર નજીક બનેલી દુર્ઘટનાથી ગામમાં શોકની લાગણી વ્યાપી છે.
ભાવનગર ધોળા રેલમાર્ગ વચ્ચે સણોસરા પાસેનાં ઈશ્વરિયા ગામે પોતાના ઘર આંગણે રમતા રમતાં રુહી વિજયભાઈ રાઠોડ ( ઉં.વ. ૩ ) નામની બાળકી રેલગાડી અડફેટે મોતને ભેટી હતી.
ઈશ્વરિયા ગામ પાસેથી જ પસાર થતાં આ રેલમાર્ગ પર સવારે ૧૦.૧૫ કલાક આસપાસ ભાવનગર મહુવા રેલગાડી પસાર થઈ તે વેળાએ પોતાના ઘર નજીક અડફેટે ચડતાં બનેલી ઘટનામાં આ રમતી કૂદતી ત્રણ વર્ષની બાળકીનું કરુણ મરણ નીપજ્યું છે. અકસ્માતની જાણ થતાં ૧૦૮ આપાતકાલીન સેવા, ધોળા રેલ પોલીસ, સોનગઢ પોલીસ અને રેલ સુરક્ષા બળ ટુકડી સણોસરા રેલ મથક પહોંચેલ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માત સર્જાતા બાળકીના પરિવાર જનો સાથે ઈશ્વરિયાનાં કાર્યકર્તાઓ દોડી ગયા હતાં અને સંબંધિત કાર્યવાહીમાં પૂરક બન્યા હતા. પોતાના ઘર નજીક જ બનેલી દુર્ઘટનાથી ખેત મજૂરી કરતા પરિવાર સાથે ગામમાં શોકની લાગણી વ્યાપી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared