યુવાનો અને લોકોમાં સ્પેસ અને સાયન્સ પ્રત્યે વધુ જાગૃતિ આવે તે માટે સ્પેસ વિકની ઉજવણી કરવામાં આવી રહી જેમાં ભાવનગરના મહારાજા તખ્તસિંહજી દ્વારા ૧૮૮૪માં ટેલિસ્કોપ માટે અનુદાન આપવામાં આવ્યું હતું અને બાદ તે ટેલિસ્કોપ ને “ભાવનગર ટેલિસ્કોપ” નામ આપવામાં આવ્યું હતું તેનો રોચક ઇતિહાસ કટ આઉટસ અને ચાર્ટ દ્વારા સમજવામાં આવશે .
આગામી ૬ તારીખે હિમાલયા મોલ ખાતે સ્પેસ પ્રદર્શની ઊભી કરવામાં આવનારા છે જેમાં ભાવનગર ટેલિસ્કોપ ની પ્રતિકૃતિ પણ મુકવામાં આવશે સાથે સાથે સ્પેસ વિશે ની અન્ય જાણકારીઓ આ પ્રદર્શનીમાં અપાવમાં આવશે .
પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રના કોર્ડીનેટર હર્ષદભાઈ જોષીએ જણાવ્યું કે આ સિવાય સમાજમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તેના માટે ઘણા બધા સમય અંતરે કાર્યક્રમો કરવામાં આવે છે .
રિપોર્ટ સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)