જઈ શકતા નથી તે લોકો ભાવનગરના દેવનાથ મહાદેવના દર્શન કરી કેદારનાથ દર્શન કર્યાનો અહેસાસ કરે છે. ભાવનગર શહેરની મધ્યમાં આવેલું દેવનાથ મહાદેવ મંદિર ભાવિકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. કેદારનાથ મહાદેવની પ્રતિકૃતિ સમાન દેવનાથ મહાદેવના દર્શને દરરોજ ભાવિકો મોટી સંખ્યામાં આવે છે. મંદિરની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની મહાદેવ પ્રત્યેની અતૂટ આસ્થાને લઈને મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને નામ આપવામાં આવ્યું દેવનાથ મહાદેવ. ભાવનગર જિલ્લામાં અનેક પ્રસિદ્ધ દેવાલયો આવેલા છે. ભાવનગરના લોકો ભગવાન શિવ પ્રત્યે અતૂટ આસ્થા ધરાવે છે, પાંડવકાલીન નિષ્કલંક મહાદેવ, પડધલિયા મહાદેવ, વૈજનાથ મહાદેવ, માળનાથ મહાદેવ સહિત અનેક શિવાલયો લોકોની શ્રદ્ધાના કેન્દ્ર છે. સુપ્રસિદ્ધ શિવાલયોમાં ભારતભરના ભાવિકો શિવ દર્શને આવતા હોય છે, ત્યારે લોકોની આસ્થામાં શહેરના દેવબાગ વિસ્તારના ભાવિકોએ ભારતના સુપ્રસિદ્ધ કેદારનાથ મહાદેવની પ્રતિકૃતિ સમાન મંદિરનું નિર્માણ કરી વધુ એક મોરપીંછ ઉમેરી દીધું છે.
ભાવિકો કરે છે કેદારનાથ જેવો અનુભવ
ઈચ્છાપૂર્તિ મહાદેવ તરીકેની ઓળખ છે દેવનાથ મંદિરની
કેદારનાથ મહાદેવની પ્રતિકૃતિ સમાન દેવનાથ મહાદેવ મંદિર પ્રસિદ્ધ થતા આજુબાજુના જિલ્લા માંથી પણ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં દર્શને આવે છે, જે લોકો કેદારનાથ દર્શને ના જઈ શકે એવા લોકો અહીં આસ્થાભેર માથું નમાવી ભગવાન દેવનાથ મહાદેવમાં કેદારનાથ મહાદેવના દર્શન કર્યાનો અહેસાસા કરે છે. દેવનાથ મહાદેવના દર્શનથી અલગ અહેસાસ થઈ મન પ્રફુલ્લિત થઈ જાય છે અને તન મનમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. મહાદેવજીના મંદિરમાં કદમ રાખતા જ જાણે તમામ નેગેટિવ ઉર્જા દૂર થઈ જવાનો અહેસાસ થાય છે.