ભાવનગર મધ્યમાં આવેલ ભાવિકોનું શ્રધ્ધા સ્થાન ભીડભંજન મહાદેવ દર્શનીય છે. નગરજનો શ્રાવણ માસ ઉપરાંત કાયમ દર્શન લાભ લેતાં રહે છે.
શિવજી એ સૌનું કલ્યાણ કરનારા દેવ છે. ભક્તોની ભીડ ભાંગે એ મહાદેવ એટલે ભીડભંજન મહાદેવ. ભાવનગર મધ્યમાં આવેલ ભાવિકોનું શ્રધ્ધા સ્થાન ભીડભંજન મહાદેવ દર્શનીય છે.

રજવાડા કાળનું આ શિવાલય નગર અને પંથકમાં આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ સ્થાન વિશે કથા, દંત કથા અને ઈતિહાસ રહેલ છે. અહીંયા અગાઉ આ સ્થાનમાં કોઈ કામ વખતે ત્રિકમ વડે જમીન ખોદતી વેળાએ લોહી જોવાં મળેલું અને વધુ નીચે ખોદતાં નીચેથી શિવલિંગ પ્રાપ્ત થયું.
ક્થા અને આસ્થા સાથે નગરની વચ્ચે શિવાલયમાં નગરજનો શ્રાવણ માસ ઉપરાંત કાયમ દર્શન લાભ લેતાં રહે છે. ભીડભંજન મહાદેવ સ્થાનમાં બીજા દેવ દેવીઓ પણ બિરાજમાન છે. અહીંયા ગૌશાળા પણ રહેલ છે. હાલમાં આ સ્થાનનો જીર્ણોધ્ધાર થઈ રહેલ છે.