દેશમાં મોદી સરકાર 3.0 સરકારનું પહેલુ પૂર્ણ બજેટ આજે રજૂ થઇ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે. આ બજેટમાં તમામ ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. ઈન્કમ ટેક્સ પર સરકારે મોટી જાહેરાત કરી છે. નવા ટેક્સ માળખામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન પર લિમિટ વધારવામાં આવી છે. 3 લાખ સુધીની આવક કરમુક્ત રહેશે. નવા માળખામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારી 75 હજાર કરવામાં આવ્યું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાતો કરી છે. 3 લાખથી 5 લાખની આવક પર 5 ટકા ટેક્સ આપવો પડશે. 7થી 10 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ આપવો પડશે. 10થી 12 લાખની આવક પર 15 ટકા ટેક્સ રાખવામાં આવ્યો છે.
#UnionBudget2024 | For those opting for the new tax regime, the standard deduction for salaried employees to be increased from Rs 50,000 to Rs 75,000: Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/IiKeOHA0pF
— ANI (@ANI) July 23, 2024
નવા ઈનકમ ટેક્સ રિજીમમાં ટેક્સ
જો આપણે નવી આવકવેરા વ્યવસ્થા પર નજર કરીએ તો, નવી કર વ્યવસ્થામાં 7 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારને કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. સરકાર આવકવેરા અધિનિયમ 87A હેઠળ 25,000 રૂપિયાની ટેક્સ છૂટ આપે છે. નવી આવકવેરા પ્રણાલી હેઠળ, 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી. 3-6 લાખ રૂપિયાની આવક પર 5%, રૂપિયા 6-9 લાખના સ્લેબ પર 10%, રૂપિયા 9-12 લાખના સ્લેબ પર 15%, રૂપિયા 12-15 લાખના સ્લેબ પર 20% અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.
જૂના ઈનકમ ટેક્સમાં ટેક્સ સ્લેબ
જો આપણે જૂના આવકવેરા શાસનના ટેક્સ સ્લેબ પર નજર કરીએ, તો જૂની કર વ્યવસ્થામાં રૂ. 2.50 લાખ સુધીની આવક પર કર મુક્તિ છે. 2.50 થી 5 લાખ રૂપિયાની આવક પર 5%, 5 થી 10 લાખ રૂપિયાની આવક પર 20% અને 10 લાખ રૂપિયાથી વધુની આવક પર 30% ટેક્સ ચૂકવવો પડશે. જૂની ટેક્સ સિસ્ટમમાં 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોએ કોઈ ટેક્સ ચૂકવવો પડતો ન હતો. સરકાર 2.50 થી 5 લાખ રૂપિયાની આવક પર 5 ટકાના દરે 12500 રૂપિયાના ટેક્સ પર છૂટ આપે છે.
બજેટ લાઈવ 2024: આવકવેરા સ્લેબમાં મોટા ફેરફારો
0 – 3 લાખ રૂપિયા સુધી – શૂન્ય
3 થી 7 લાખ રૂપિયા – 5%
રૂ 7 થી 10 લાખ – 10%
રૂ 10 થી 12 લાખ – 15%
રૂ 12 થી 15 લાખ – 20%
15 લાખથી વધુ – 30%