ભારત સરકાર દ્વારા એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સરકારી કર્મચારીઓને AI એપ્સ અને AI પ્લેટફોર્મ અંગે જરૂરી માહિતી આપવામાં આવી છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક આદેશમાં સરકારી કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે, કેટલાક કર્મચારીઓ ઓફિસના કમ્પ્યુટર અને લેપટોપમાં AI એપ્સ (જેમ કે ChatGPT, DeepSeek વગેરે) નો ઉપયોગ કરે છે, જે ભારત સરકારના ગુપ્ત દસ્તાવેજો અને ડેટા માટે જોખમી સાબિત થઈ શકે છે.
કેન્દ્ર સરકારે સરકારી કમ્પ્યુટર, લેપટોપ અને અન્ય ઉપકરણોમાં Generative AI ટૂલ્સ અને એપ્લિકેશનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ નિર્ણય સરકારની ડેટા સુરક્ષા અને ગોપનીયતા નીતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
મુખ્ય મુદ્દા:
- ગોપનીયતા અને ડેટા સુરક્ષા: AI ટૂલ્સ ઉપયોગ કરતી વખતે સરકારી ડેટા બહાર લીક થવાના જોખમને ટાળવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
- Generative AI પર પ્રતિબંધ: આમાં ChatGPT, Google Gemini, Copilot, Claude જેવા Generative AI ટૂલ્સનો ઉપયોગ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે.
- સાવચેતી તરીકે નિર્ણય: સરકાર એઆઈ વપરાશકર્તાઓને સંપૂર્ણ રીતે નિરાશ કરવા માંગતી નથી, પરંતુ માત્ર સરકારી સાધનો પર સાવધાની રાખી રહી છે.
- સાઈબર સુરક્ષા: સરકાર આ નિર્ણય દ્વારા સંવેદનશીલ અને રાષ્ટ્રીય સુરક્ષાથી સંબંધિત માહિતીની રક્ષા કરવા માગે છે.
આ પગલું વર્તમાન વૈશ્વિક ડેટા સુરક્ષા ટ્રેન્ડ્સ અને સાઇબર જોખમોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે. સરકાર શક્ય હોય ત્યાં સુધી સુરક્ષિત અને સ્વદેશી ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકે તેવી શક્યતા છે.
ભારતમાં ઘણી વિદેશી AI એપ્સ ઉપલબ્ધ છે જેમાં ChatGPT, DeepSeek અને Google Gemini વગેરે નામોનો સમાવેશ થાય છે. ભારતમાં ઘણા લોકો તેમનું કામ સરળ બનાવવા માટે તેનો ઉપયોગ કરે છે. ડિવાઇસ પર AI એપ્સ અથવા ટૂલ્સ ઇન્સ્ટોલ કર્યા પછી તેઓ જરૂરી પરવાનગીઓની ઍક્સેસ માંગે છે. આવી સ્થિતિમાં સરકારી ફાઇલોનો ડેટા લીક થવાનો ભય રહે છે.
શું તમે જાણો છો કઈ રીતે કામ કરે છે AI ?
AI એપ્સ અને AI ચેટબોટની મદદથી ઘણા લોકો પત્રો, લેખો અથવા અનુવાદ વગેરે લખવાનું કામ પ્રોમ્પ્ટ આપીને કરી શકે છે. ઘણા લોકો તેનો ઉપયોગ પ્રેઝન્ટેશન વગેરેમાં પણ કરે છે. અહીં વપરાશકર્તાઓએ એક સરળ ટેક્સ્ટ પ્રોમ્પ્ટ આપવો પડશે.
લોકપ્રિય છે DeepSeek
ચાઇનીઝ સ્માર્ટઅપ DeepSeek એ તાજેતરમાં લોકપ્રિયતા મેળવી છે અને આ સ્ટાર્ટઅપે તેની પોષણક્ષમ કિંમતને કારણે ઉદ્યોગમાં હલચલ મચાવી છે. આ ચીની સ્ટાર્ટઅપ લગભગ 20 મહિના પહેલા શરૂ થયું હતું. 20 જાન્યુઆરી, 2025ના રોજ DeepSeek આર1 ચેટબોટ અચાનક ખૂબ જ લોકપ્રિય બન્યું અને જૂની AI કંપનીઓના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા.