ભારત -પાકિસ્તાન વચ્ચે ભારે તણાવભરી સ્થિતિ પ્રવર્તી રહી છે, પાકિસ્તાન સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલા કરી રહ્યું છે તો ભારત તેના ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવી વળતો જવાબ આપી રહ્યું છે..આ બધા વચ્ચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ફોન પર વાતચીત કરી હતી.. તેમણે કહ્યું કે ભારતનો અભિગમ હંમેશા સંયમિત અને જવાબદારીપૂર્ણ રહ્યો છે, અને હજુ પણ એવો જ છે.
Had a conversation with US @SecRubio this morning.
India’s approach has always been measured and responsible and remains so.
🇮🇳 🇺🇸
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 10, 2025
ભારતના વિદેશમંત્રી સાથે ફોન પર વાત કરતા પહેલા યૂએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબીયોએ પાકિસ્તાનના આર્મી ચીફ આસિફ મુનિર સાથે પણ ફોન પર વાતચીત કરી હતી . તેમણે એ વાત પર ભાર મુક્યો કે.બંને પક્ષોએ તણાવ ઘટાડવા અને ગેરસમજ ટાળવા માટે સીધી વાતચીત ફરીથી સ્થાપિત કરવા પ્રયાસ કરવો જોઈએ. તેમણે ભવિષ્યના વિવાદો ટાળવા માટે આગામી ચર્ચાઓને સરળ બનાવવા માટે યુએસ સમર્થનની ઓફર પણ કરી હતી.