ટેસ્ટ રસિયાઓ માટે સારા સમાચાર છે. ઈંગ્લન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયાનું એલાન થયું છે. શુભમન ગિલને કેપ્ટન અને પંતને વાઈસ કેપ્ટન જાહેર કરાયો છે. મુંબઈમાં બીસીસીઆઈના મુખ્યાલયમાં મુખ્ય પસંદગીકાર અજિત અગરકરની આગેવાનીમાં એક મોટી બેઠક યોજાઈ હતી જેમાં ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.
કેપ્ટન અને વાઈસ કેપ્ટન કોણ
બીસીસીઆઈએ ટેસ્ટના કેપ્ટન તરીકે શુભમન ગિલનું નામ જાહેર કર્યું છે. કૂલ 18 ખેલાડીઓની ટીમ જાહેર કરાઈ છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જુનથી 5 મેચોની ટેસ્ટ સીરિઝ યોજાવાની છે જોકે આ ટેસ્ટ સીરિઝ ઈંગ્લેન્ડમાં રમાવાની છે અને ટીમ ઈન્ડિયા ટેસ્ટ સીરિઝ રમવા ઈંગ્લેન્ડ જશે અને આ માટે ટીમ ઈન્ડિયાનું એલાન થયું છે.
નવા ચહેરાઓને તક
ઈંગ્લેન્ડ ટૂર માટે 5 નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે જેમાં સાંઈ સુદર્શન, કરુણ નાયર સહિત બીજા ખેલાડીઓ સામેલ છે.
3 ખેલાડીઓ આઉટ
ઈંગ્લન્ડ ટૂર માટે 3 ખેલાડીઓ, સરફરાઝ ખાન, દેવદત પડિક્કલ, હર્ષિત રાણાને પસંદ કરાયા નથી.
કોહલી-રોહિતની ગેરહાજરી વર્તાશે
ઉલ્લેખનીય છે કે કોહલી અને રોહિતે ટેસ્ટમાંથી સંન્યાસ લીધો હોવાથી તેઓ આ સીરિઝમાં નહીં હોય તેથી ચાહકોને તેમની ખોટ સાલશે.
18 ખેલાડીઓની ટીમ
શુભમન ગિલ (કેપ્ટન)
ઋષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર)
યશસ્વી જયસ્વાલ
કેએલ રાહુલ
સાઈ સુદર્શન,
નીતિશ કુમાર રેડ્ડી
રવીન્દ્ર જાડેજા
ધ્રુવ જુરેલ (વિકેટકીપર)
અભિમન્યુ ઇશ્વરન
શાર્દુલ ઠાકુર
જસપ્રીત બુમરાહ
મોહમ્મદ સિરાજ
પ્રસિદ્ધ કૃષ્ણ
કરુણ નાયર
વોશિંગ્ટન સુંદર
આકાશ દીપ
અર્શદીપ સિંહ
કુલદીપ યાદવ
20 જુનથી શરુ થશે ટેસ્ટ સીરિઝ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જુનથી 5 મેચોની ટેસ્ટ સીરિઝ શરુ થઈ રહી છે.