19 એપ્રિલે ઉદ્ઘાટન
કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન 19 એપ્રિલ, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આ ટ્રેન કટરા અને શ્રીનગર વચ્ચેની કનેક્ટિવિટી વધારશે, જે વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ, ચિનાબ રેલ બ્રિજ સહિત અનેક સ્થળોએથી પસાર થશે. અહેવાલો અનુસાર દિલ્હીથી ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરોએ નવી દિલ્હીથી શ્રીનગરની ટિકિટ લેવી પડશે, પરંતુ કટરા પહોંચ્યા પછી મુસાફરોએ બીજી ટ્રેન લેવી પડશે.
શું રહેશે સમય અને રૂટ?
વંદે ભારત એક્સપ્રેસ કટરાથી ઉપડશે અને ઉધમપુર, રામબન, બનિહાલ અને અનંતનાગ થઈને શ્રીનગર પહોંચશે. આ ટ્રેન સવારે કટરાથી ઉપડશે અને બપોર સુધીમાં શ્રીનગર પહોંચશે. પરત ફરતી વખતે તે સાંજે શ્રીનગરથી રવાના થશે અને રાત્રે કટરા પહોંચશે. જો કે, ચોક્કસ સમયપત્રક હજુ જાહેર કરવામાં આવ્યું નથી.
કેટલું હશે ભાડું?
વંદે ભારત એક્સપ્રેસનું ભાડું અંતર અને કોચના આધારે નક્કી કરવામાં આવશે.,કટરાથી શ્રીનગર સુધી ચેર કારનું ભાડું 800 રૂપિયાથી 1000 રૂપિયાની વચ્ચે નક્કી કરી શકાય છે. જ્યારે એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું રૂ. 1,600 થી રૂ. 2,000ની વચ્ચે હોઇ શકે છે. આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. વંદે ભારત દ્વારા કટરાથી શ્રીનગરની યાત્રા માત્ર 3 કલાકમાં પૂર્ણ કરી શકાય છે.