લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય એ નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સુશાસન અને રાષ્ટ્રનાં થયેલાં વિકાસનું પરિણામ છે તેમ જણાવી ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા નીમુબેન બાંભણિયા સાથે મતદારો અને વિજેતાઓને અભિનંદન પાઠવ્યાં છે.
લોકશાહીનાં મહાપર્વ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતાં ભારતીય જનતા પક્ષનાં થયેલાં ભવ્ય વિજયને ચોમેરથી વધાવવામાં આવેલ છે. ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા વિજયી બનેલાં નીમુબેન બાંભણિયા તથા ભરતભાઈ સુતરિયા સાથે મતદારો અને અન્ય તમામ વિજેતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.
ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજી મકવાણાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં ભાજપનો ભવ્ય વિજય એ નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સુશાસન અને રાષ્ટ્રનાં થયેલાં વિકાસનું પરિણામ છે. માત્ર રાજકીય કાવાદાવા કે કોઈ નકારાત્મક વાદ નહિ પરંતુ રાષ્ટ્રવાદ સાથે વૈશ્વિક કક્ષાએ ભારત શાસન પ્રણાલીની નોંધ લેવાઈ છે, તે સૌ જાણે છે.
લોકસભામાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરનાર નિમુબેન બાંભણિયા એક સક્રીય અને અનુભવી નેતા છે, જેનો ભાવનગર બોટાદ પંથકને પૂરતો લાભ મળશે જેમાં સૌનો સાથ રહેશે તેમ ભાજપ દ્વારા હરખ સાથે લાગણી વ્યક્ત થઈ છે.
ભાવનગર જિલ્લા ભાજપ પ્રવક્તા પ્રચાર સંયોજક કિશોર ભટ્ટ અને સહ સંયોજક મૂકેશ પંડિતની યાદી મુજબ આજનાં પરિણામથી મતદારોમાં પણ ભારે ઉત્સાહ રહ્યો છે.
જિલ્લા ભાજપનાં હોદ્દેદારો ઉપપ્રમુખો હર્ષદભાઈ દવે, ઉમેશભાઈ મકવાણા, નાનુભાઈ ડાખરા, રાજુભાઈ બાબરિયા, ગાયત્રીબા સરવૈયા, જ્યોત્સનાબેન ભટ્ટ, નારુભાઈ ખમળ તથા જગદીશભાઈ મકવાણા, મહામંત્રીઓ ચેતનસિંહ સરવૈયા, ભરતભાઈ મેર તથા રાજેશભાઈ ફાળકી સાથે મંત્રીઓ દિગ્વિજયસિંહ ગોહિલ, હંસાબેન પરમાર, નરેશભાઈ સોલંકી, મનહરભાઈ બલદાણિયા, હેતલબેન રાઠોડ, હીનાબેન ગઢાદરા, જલ્પાબેન હિંગુ તથા શ્રદ્ધાબેન લંગાળિયા, કોષાધ્યક્ષ શૈલેષભાઈ સેંતા, કાર્યાલય મંત્રી જગદીશસિંહ ગોહિલ સાથે અભયસિંહ ચાવડા દ્વારા અભિનંદનની લાગણી વ્યક્ત થઈ છે.