આ કેમ્પ માનવતાવાદી પ્રયાસોને પ્રોત્સાહન આપવા અને મુશ્કેલ સમયમાં સમાજની પડખે ઊભા રહેવાના સંકલ્પને રજૂ કરે છે.
કેમ્પનું આયોજન આવતીકાલે, તારીખ ૧૧ મે, ૨૦૨૫ (રવિવાર) ના રોજ, સવારે ૯:૦૦ વાગ્યાથી, શ્રી કમલમ્ નર્મદા, રાજપીપલા ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સહભાગી થઈને નાગરિકો રક્તદાન દ્વારા અનેક જિંદગીઓને નવું જીવન આપી શકે છે.
આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું, “તમારું એક બૂંદ રક્ત અનેક જીવનો માટે આશાનું કિરણ બની શકે છે. આવો, સેનાના સન્માનમાં અને માનવસેવાના આ પવિત્ર કાર્યમાં સહભાગી બનીએ.”
આ કેમ્પ #OperationSindoor અને #સેનાસન્માન ના ભાગરૂપે યોજાશે, રક્તદાનને ‘મહાદાન’ ગણાવતા આયોજકોએ તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાઈને દેશભક્તિ અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડવા અપીલ કરી છે.
#રક્તદાનએજમહાદાન #જય હિન્દ
રિપોર્ટર -શૈશવ રાવ નર્મદા