દેશમાં હાઈવે પર અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ભીષણ અકસ્માતની ઘટના શ્રીનગર-જમ્મૂ નેશનલ હાઈવે પર બની હતી, જેમાં 10 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે.
#WATCH रामबन इलाके में बैटरी चश्मा के पास जम्मू-श्रीनगर राष्ट्रीय राजमार्ग पर एक यात्री टैक्सी गहरी खाई में गिर गई। पुलिस, SDRF और रामबन सिविल QRT मौके पर मौजूद हैं और बचाव अभियान जारी है: जम्मू-कश्मीर पुलिस pic.twitter.com/tzSYtMy1T5
— ANI_HindiNews (@AHindinews) March 29, 2024
પેસેન્જર કેબ લગભગ 300 મીટર ઉંડી ખીણમાં ખાબકી
શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર રામબન નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ, SDRF અને રામબન સિવિલની QRT ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. સૂત્રો પાસેથી મળતી માહતી મુજબ રામબન વિસ્તારમાં બેટરી ચશ્મા પાસે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે-44 પર જમ્મુથી શ્રીનગર જઈ રહેલી પેસેન્જર કેબ લગભગ 300 મીટર ઉંડી ખીણમાં ખાબકી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માતની જાણ રાતે લગભગ 1.15 વાગ્યે મળી હતી.
વરસાદને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી થઈ રહી છે
આજે વહેલી સવારે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 10 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જો કે આ વિસ્તારમાં ઊંડી ખીણ, અંધારુ અને સતત વરસાદને કારણે બચાવ કામગીરી પડકારરૂપ બની રહી છે. વચ્ચે એવી માહિતી પણ સામે આવી છે કે રાહત કામગીરી થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં સૌથી મોટી સમસ્યા વરસાદની છે, જેના કારણે બચાવકર્મીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જિતેન્દ્ર સિંહે શોક વ્યક્ત કર્યો
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રામબનમાં થયેલા અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેમણે દર્દનાક માર્ગ અકસ્માત અંગે ડીસી રામબન બશીર-ઉલ-હક સાથે વાત કરી છે. પોલીસ, SDRF અને સિવિલ QRT ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. હું સતત સંપર્કમાં છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.