કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું ભારત વિરોધી વલણ હવે ખુલીને સામે આવી રહ્યું છે. તેમણે ફરી એક વખત ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. જસ્ટિન ટુડો ફરી એક વખત ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજજરની હત્યાની મુદ્દો ઉઠાવતા કહ્યું કે, નિજ્જર હત્યાકાંડ ભારત અને કેનેડાના સંબંધોમાં મોટો અવરોધ છે. આ સાથે તેમણે કેનેડામાં ખાલિસ્તાનનું સમર્થન શાંતિપૂર્ણ રીતે કરવા સામે કોઈ વાંધો નહીં હોવાનું કહ્યું હતું.
પંજાબીઓ શાંતિપૂર્ણ રીતે ખાલિસ્તાનની માગ ઉઠાવતા દેખાવો કરી શકશે, નિજ્જરની હત્યાને અવગણી શકીએ નહીં : ટુડો
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટોરોન્ટોમાં ખાલસા દિવસ હાજરી આપી હતી, જ્યાં ભારત બેનરો અને અલગતાવાદી ઝંડા સાથે ખાલિસ્તાની સમર્થકો હાજર રહ્યા હતા. જસ્ટિન ટ્રુડો મંચ પર હતા તેવા સમયે જ ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ થયો હતો. ટ્રુડોએ કહ્યું કે, ખાલિસ્તાન મુદે હિંસા થવી જોઈએ નહીં. કેનેડામાં ખાલિસ્તાનનું સમર્થન શાંતિપૂર્ણ રીતે કરવામાં આવે તો અમને કોઈ વાંધો નથી. તેમણે ખાલિસ્તાન સમર્થકો તરફ ઈશારો કરતા કહ્યું કે તમારી જે પણ માન્યતાઓ છે તેના માટે તમને સમર્થન મળશે, આ જ કેનેડા એક સ્વતંત્ર દેશ હોવાની ઓળખ છે. દરમિયાન જસ્ટિન ટુડોએ ફરી એક વખત ખાલિસ્તાની આતંકી હરર્દીપસિંહ | નિજ્જરનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, ભારત અને કેનેડા દુનિયાના બે સૌથી મોટા લોકતંત્ર છે.
પરંતુ ગયા વર્ષે ૧૮ જૂને બ્રિટિશ કોલંબિયાના સરેમાં હરદીપસિંહ નિજ્જરની હત્યાથી પેદા થયેલી સમસ્યાની અવગણના કરી શકાય નહીં.