જૂનાગઢની કોર્ટ પાસે આવેલા નરસિંહ વિદ્યામંદિરના મેદાનમાં 31 જાન્યુઆરીએ રાત્રે 8થી 12.30 વાગ્યા દરેમિયાન મુંબઈના મૌલાના સલમાન અઝહરીના ભાષણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તેમણે ઉશ્કેરણી ફેલાવે એવું ભડકાઉ ભાષણ કર્યું હતું. કાર્યક્રમ બાદ આ ભડકાઉ ભાષણનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થવાની સાથે ભારે ચર્ચામાં રહ્યો હતો, જેને પગલે પોલીસે જાતે ફરિયાદી બનીને મુફતી સહિત ત્રણ લોકો સામે ગુનો નોંપ્યો છે.
જૂનાગઢમાં બી ડિવિઝનના પીએસઆઈ એસ. એ. સાંગાણીએ મહંમદયુસુફભાઈ હબીબભાઈ મલેક (ઉં. 57, મૂળ નાયકવાડા મસ્જિદ પાછળ, ઝાલોરાપા રોડ અને હાલ કેમ્બ્રિજ સ્કૂલ પાછળ યમુના સોસાયટી), એજિમભાઈ હબીબભાઈ ઓડેદરા (બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે) અને મૌલાના સલમાન અઝહરી (મુંબઈ) સામે ગુનો નોંધ્યો છે.
જૂનાગઢ શહેરમાં લોકોની લાગણી દુભાય તેવા નિવેદન આપનારા ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરતી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ.@sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IGP_JND_Range #GujaratPolice #junagadhpolice #Police #crimecontrol pic.twitter.com/zX0POmIgf8
— SP Junagadh (@SP_Junagadh) February 2, 2024
આ ત્રણેયની સામે આઈપીસી 153 (ખ), 505 (2), 188 અને 114ની કલમો લગાવવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભાષણના ભડકાઉ અને લોકોને ઉશ્કેરી શકે એવા ભાગને તેમ જ કાર્યક્રમ મંજૂરી કરતાં મોડે સુધી ચાલુ રાખવા અંગેના જાહેરનામા ભંગની કલમો લગાવવામાં આવી છે. હાલ આ કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.