નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ગુરૂપૂર્ણિમાની આસ્થા અને શ્રદ્ધા ભેર ઉજવણી થઈ છે ત્યારે ગુરુગાદીના મંદિરોમાં સવારથીજ ભીડ જોવા મળી હતી. જિલ્લામા આવેલા મહત્વના ત્રણ તીર્થ સ્થાનો પર ભક્તોનુ વહેલી સવારથી જ ઘોડાપૂર ઉમટ્યું છે.
નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરમાં આ દિવસે પાદુકા પૂજન અને પૂજ્ય રામદાસજી મહારાજના દિવ્ય આર્શીવાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી છે. સાથે સાથે પ્રસાદરૂપી કંઠી ગ્રહણ કરી ભક્તોએ ગુરૂ પૂજનના આ મહિમાની ઉજવણી કરી છે. સવારે પાદુકા પૂજન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરના માઈ મંદિર, અંબા આશ્રમ, બ્રહ્મર્ષિ સંસ્કાર ધામમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.