ખેડા જિલ્લાના નડિયાદ પશ્ચિમ વિસ્તારમાંથી વોક વે ગાર્ડન નહેરમાથી અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરના પશ્ચિમમાં વોક વે ગાર્ડન નહેરમાં સવારના સુમારે અજાણી મહિલાની લાશ તરતા જોઈ સ્થાનિકો ચોંકી ઉઠેલ, જે બાદ પશ્ચિમ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો લઈ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવેલ. આ અંગે પોલીસે આ ઘટનામાં હત્યા છે કે આત્મહત્યા? તપાસ હાથ ધરી છે.