મોકડ્રિલ દરમ્યાન સાયરન વગાડી ચેતવણી આપવામાં આવી અને બોમ્બ બાર્ડીંગ જેવી આપત્તિજનક પરિસ્થિતિનું નિદર્શન કરાયું. આ પરિસ્થિતિમાં આગમાં ફસાયેલા અને કાટમાળમાં દબાયેલા લોકોને બચાવવા અને અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી રજૂ કરી.
આ સિવાય, બ્લેકઆઉટ સમયે દેશદાઝ સાથે લાઈટો બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી હિરેન પટેલે જણાવ્યું કે મોકડ્રિલનો મુખ્ય હેતુ આકસ્મિક પરિસ્થિતિઓ માટે લોકો અને તંત્રને સજાગ રાખવાનો છે.
મોકડ્રિલમાં પોલીસ, ફાયર વિભાગ, વીજળી, આરોગ્ય અને નગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ ભાગ લીધો હતો.
આની સાથે પાટણ ના હારિજ માં પણ મોકડ્રિલ યોજવામાં આવી હતી જેમાં બચાવ રાહત કામગીરી અંગે પ્રેક્ટિસ કરવા માં આવી