રાજસ્થાનમાં આ વખતે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈને બીજેપી એક્ટિવ મોડમાં છે. ત્યારે પીએમ મોદીએ આજે જોધપુરમાં જનસભા કરી હતી. આ દરમિયાન પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતું. જનસભા શરૂ કરવા પહેલા મોદીએ રાજસ્થાનની જનતા માટે લગભગ 5 હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો.
મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, આજે જોધપુર અને મારવાડના લોકોને અનેક ભેટ એક સાથે મળી રહી છે. એક ભેટની તૈયારી તો હું પહેલાથી જ દિલ્હીથી કરીને આવ્યો છે. કાલે જ ભાજપ સરકારે નક્કી કર્યું છે કે, હવે ઉજ્જ્વલાની લાભાર્થી બહેનોને કેન્દ્ર સરકાર દ્વારા ગેસ સિલિન્ડર માત્ર 600 રૂપિયામાં મળશે. અમે રાજસ્થાનના ખૂણે-ખૂણે વિકાસ પહોંચાડીને રહીશું. એટલા માટે રાજસ્થાન કહી રહ્યું છે- ‘ભાજપા આયેગી, રાજસ્થાન મેં ખુશહાલી લાયેગી’
ચૂંટણી ટાણે બેરોજગારી ભથ્થાનું વચન આપનારી કોંગ્રેસે અહીંના યુવાનોને પેપર લીક માફિયાઓના હવાલે કરી દીધા છે. આવા દરેક પેપર લીક માફિયા વિરુદ્ધ ભાજપ સરકાર કઠોર કાર્યવાહી કરશે.
#WATCH राजस्थान: जोधपुर में PM मोदी ने कहा, "आज मैंने जोधपुर में विकास के अनेक कार्यक्रमों का शिलान्यास किया लेकिन मुख्यमंत्री गायब थे, क्योंकि उन्हें भरोसा है कि मोदी आएगा तो सब ठीक हो जाएगा… मैं भी उन्हें कहता हूं कि आप विश्राम कीजीए अब हम संभाल लेंगे।" pic.twitter.com/P5rkciWhFt
— ANI_HindiNews (@AHindinews) October 5, 2023
CM અશોક ગેહલોત પર નિશાન સાધ્યુ
પીએમ મોદીએ મુખ્યમંત્રી અશોક ગેહલોત પર સીધા પ્રહાર કર્યા છે. મોદીએ કહ્યું કે, આજે મેં જાધપુરમાં વિકાસના અનેક કાર્યક્રમોનો શિલાન્યાસ કર્યો છે પરંતુ મુખ્યમંત્રી ગાયબ છે. કારણ કે, તેમને વિશ્વાસ છે કે, મોદી આવશે તો બધુ બરાબર થઈ જશે. હું પણ તેમને કહેવા માંગુ છું કે, તમે આરામ કરો હવે અમે સંભાળી લઈશું.
જોધપુર સળગી રહ્યું હતું ત્યારે CM શું કરી રહ્યા હતા?
વડાપ્રધાને આગળ કહ્યું કે, કોંગ્રેસ સરકારને રાજસ્થાનના હિત કરતા તેમનો મત વધુ વ્હાલો છે. આ દરમિયાન પીએમ મોદીએ પૂછ્યું કે, જોધપુર જ્યારે રમખાણોની આગમાં સળગી રહ્યું હતું ત્યારે મુખ્યમંત્રી શું કરી રહ્યા હતા. જ્યારે અહીં હિંસા થઈ રહી હતી અને નિર્દોષ લોકોને મારવામાં આવી રહ્યા હતા કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા હતા? શું કોંગ્રેસની પ્રથમ અને અંતિમ નીતિ માત્ર તૃષ્ટિકરણ જ છે?
ભ્રષ્ટાચાર અને રમખાણોમાં રાજસ્થાન ટોપ પર
કેન્દ્રની ભાજપ સરકાર પોતાના તરફથી રાજસ્થાનના વિકાસ માટે બનતા તમામ પ્રયત્નો કરી રહી છે પરંતુ અહીંની સ્થિતિ જોઈને દુ:ખ થાય છે. છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસે ભ્રષ્ટાચાર અને રમખાણ મામલે રાજસ્થાનને ટોપ પર પહોંચાડી દીધુ છે.