Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

કલેકટર કે.એલ. બચાણીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

કલેકટર કે.એલ. બચાણીના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે નવી જિલ્લા પંચાયત ભવન પટેલ હોલ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે કલેકટરએ રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ની શુભકામનાઓ પાઠવી પ્રથમ વખત મતદાન કરતા વોટર્સને મતદાનની અગત્યતા સમજાવી ચૂંટણી વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના તાલુકા ઇન્સ્પેકટર તથા તમામ કેમ્પસ એમ્બેસેડર હાજર રહેલ, સદર કાર્યક્રમમાં ૮૦ વર્ષથી વધુ વયના મતદાર, PWDs વોટર્સ,Third Gender વોટર્સ તથા યુવા મતદારો તથા સર્વિસ વોટર્સનું સન્માન કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી,તેમજ જિલ્લા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓ તેમજ કોલેજના વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.