09 ઓગસ્ટ સુધી જિલ્લાના કુલ 1000 કર્મચારીઓ દ્વારા અંદાજિત 4000 જેટલા વૃક્ષો વાવવાનુ આયોજન
ખેડા જિલ્લામાં 15 મી ઓગસ્ટ 2024 રાજ્યકક્ષાના ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવે વૃક્ષારોપણ કરીને ‘એક પેડ મા કે નામ’ કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રંસગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી.વસાવા, જિલ્લા પોલીસ અધિકારીશ્રી રાજેશ ગઢિયા અને જિલ્લા વન સંરક્ષકશ્રી અભિષેક સામરિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી લલિત પટેલ, પ્રાતં અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિત મહેસુલ અને પંચાયત વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ દ્નારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. અંદાજિત 1000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતુ. 09 ઓગસ્ટ સુધી જિલ્લાના કુલ 1000 કર્મચારીઓ દ્વારા અંદાજિત 4000 જેટલા વૃક્ષો વાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.
વધુમાં તા. 08 અને 09 ઓગસ્ટના રોજ પોલીસ વિભાગ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, સરદાર પટેલ ભવન ખાતે સમાવિષ્ટ તમામ કચેરીઓ, જિલ્લા માહિતિ કચેરી અને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે.