આ કાર્યક્રમનું આયોજન માનનીય કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી જી, કેન્દ્રીય રાજ્યમંત્રી બી.એલ. વર્માજી અને કેન્દ્રીય ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
નિમુબેન બાંભણિયાએ આ પ્રસંગે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર લોક કલ્યાણ માટે અને ડિજિટલ ઈન્ડિયાના વિઝનને પાયાના સ્તર સુધી લઈ જવા માટે સતત પ્રતિબદ્ધ છે.
આ ત્રણેય યોજનાઓ આ વિઝનને સાકાર કરવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
ડેપો દર્પણ યોજના હેઠળ, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) વેરહાઉસનું મોનિટરિંગ, કામગીરી અને સ્ટોક મેનેજમેન્ટ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર ટ્રેક કરી શકાય છે, જેનાથી પારદર્શિતા અને જવાબદારીમાં વધારો થાય છે.
અન્ન મિત્ર યોજના સામાન્ય નાગરિકો અને લાભાર્થીઓ સાથે સીધો સંચાર સ્થાપિત કરવા માટે એક શક્તિશાળી માધ્યમ બનશે, જેથી વિતરણ વ્યવસ્થાને જાહેર હિતને અનુરૂપ વધુ અસરકારક બનાવી શકાય.
અન્ન સહાયતા પોર્ટલ ગ્રાહકોને સમયસર સહાય, ફરિયાદ નિવારણ અને સેવાની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીકલ પ્લેટફોર્મ પૂરું પાડશે.
શ્રીમતી નિમુબેન બાંભણીયા એ વધુમાં જણાવ્યું હતું કે, આ યોજનાઓનો ઉદ્દેશ્ય માત્ર પ્રક્રિયાઓને ડિજીટલ કરવાનો નથી પરંતુ અંત્યોદયની ભાવનાને સાકાર કરીને દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત, સલામત અને સમયસર ખોરાક પહોંચાડવાનો પણ છે.
આ કાર્યક્રમમાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિઓ, ટેકનિકલ નિષ્ણાતો અને મીડિયાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઐતિહાસિક પહેલનું સમાપન કરતાં, શ્રીમતી. નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે આ યોજનાઓ દેશની ખાદ્ય સુરક્ષા વ્યવસ્થાને નવી દિશા આપશે એટલું જ નહીં પરંતુ વડાપ્રધાન મોદીજીના “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ”ના મંત્રને આગળ ધપાવવાનું માધ્યમ પણ બનશે.