કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય વિપક્ષી દળ જાતિગત જનગણનાની માંગ કરતાં કહી રહ્યાં છે કે મોદી સરકારે ઓબીસી વર્ગ માટે કંઈ નથી કર્યું. તેવામાં આજે PM મોદીએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આજે જનસંબોધન દરમિયાન હુમલો કરતાં કહ્યું કે,’ તેમને ( કોંગ્રેસને) અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ માટે કામ નથી કર્યું. કોંગ્રેસે માત્ર પોતાના લોકોને જ આગળ વધાર્યું છે.
दलित, वंचित, आदिवासी और गरीब ही भाजपा सरकार की योजनाओं के सबसे बड़े लाभार्थी हैं। pic.twitter.com/9Py4G4WiFW
— Narendra Modi (@narendramodi) November 7, 2023
PM મોદીએ કહ્યું કે,’ કોંગ્રેસે એમને જ આગળ વધાર્યું જે દિલ્હી દરબારમાં હાજરી લગાડતાં હતાં. SC ST અને OBCને પ્રભાવશાળી નેતૃત્વ ક્યારેય પણ નથી આપ્યું. આ દરબારી માનસિકતાને કારણે સવાર- સાંજ મોદીને ગાળો આપે છે. મોદીને ગાળો આપતાં-આપતાં ઓબીસી સમાજને ગાળો આપે છે.
શું બોલ્યાં PM મોદી?
PM મોદીએ કહ્યું કે,’ કોંગ્રેસ આમંત્રણ મળ્યા હોવા છતાં દેશનાં પહેલા દલિત મુખ્ય માહિતી કમિશનર CICનાં શપથગ્રહણમાં શામેલ ન થઈ. હીરાલાલ સમારિયાને પહેલા દલિત મુખ્ય માહિતી કમિશનર બનાવવાને લઈને બોલાવવામાં આવેલી બેઠકનો કોંગ્રેસે બહિષ્કાર કર્યો. કોંગ્રેસને આમંત્રણ આપવામાં આવ્યું હતું.’
કોંગ્રેસ હંમેશા ખોટું બોલી છે: PM
PM મોદીએ આરોપ લગાડતાં કહ્યું કે,’ કોંગ્રેસનો ઈતિહાસ પગલે-પગલે જૂઠ્ઠું બોલવાનો રહ્યો છે. કોંગ્રેસે હંમેશા ગરીબ, મહિલાઓ, યુવાનોને જૂઠ્ઠું બોલ્યું છે અને ખેડૂતોને પણ કરમાફ કરવાનો ખોટો વાયદો કર્યો છે. PMએ દાવો કર્યો કે બીજી તરફ BJP સરકાર જે બોલે છે તે અમે પૂરું કરીને દેખાડીએ છીએ.’