પશ્ચિમ રેલવે દ્વારા આગામી મહાકુંભ મેળામાં થનારા મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને 6 વન વે સ્પેશ્યિલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ 6 વન વે ટ્રેનોમાં ઉધના- પ્રયાગરાજ, વલસાડ-પ્રયાગરાજ, ભાવનગર-પ્રયાગરાજ અને સાબરમતી-પ્રયાગરાજનો સમાવેશ થાય છે. આમ, ઉધના, વલસાડ ને સાબરમતીથી એક-એક ટ્રેન અને ભાવનગરથી કુલ ત્રણ ટ્રેનો દોડાવવામાં આવશે.
આ ટ્રેનોમાં સાબરમતી-પ્રયાગરાજ વન વે સ્પેશ્યિલ ટ્રેનનં. 09489 સાબરમતી-પ્રયાગરાજ ગુરુવાર 2 જાન્યુઆરીએ સાબરમતીથી સવારે 11 વાગે રવાના થશે જે બીજા દિવસે 11 વાગે પ્રયાગરાજ પહોંચશે. આ ટ્રેન રસ્તામાં મહેસાણા, પાલનપુર, આબુરોડ, મારવાડ, વ્યાવર, અજમેર, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, આગરા ફોર્ટ, ઇટાવા, ગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશનોએ ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર કલાસ અને જનરલ સેકન્ડ કલાસ કોચ રહેશે. આજ રીતે ટ્રેનનં. 09227 ભાવનગર-પ્રયાગરાજ 1લી જાન્યુઆરી બુધવારે ભાવનગરની બપોરે 2.50 મિનિટે પ્રસ્થાન કરશે જે બીજા દિવસે રાત્રે 11-30 કલાકે પ્રયાગરાજ પહોંચશે. આ ટ્રેન રસ્તામાં ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, મારવાડ વગેરે સ્ટેશનો પર ઉભી રહેશે. આજ રીતે ટ્રેનં. 09225 ભાવનગર-પ્રયાગરાજ 1લી જાન્યુઆરી, બુધવારે ભાવનગરથી રાત્રે 8-20 મિનિટે ઉપડશે જે શુક્રવારે સવારે 5 વાગે પ્રયાગરાજ પહોંચશે. આ ઉપરાંત ટ્રેનનં. 9229 ભાવનગરથી 2 જાન્યુઆરીએ રાત્રે 8-20 મિનિટે ઉપડશે જે બીજા દિવસે સવારે 5 વાગે પ્રયાગરાજ પહોંચશે. આ ઉપરાંત ટ્રેનનં. 09005 ઉધના-પ્રયાગરાજ તા.31મી ડિસેમ્બરે ઉધનાથી સવારે 6-40 મિનિટે ઉપડશે જે બીજા દિવસે 10-10 મિનિટે પ્રયાગરાજ પહોંચશે. રસ્તામાં આ ટ્રેન ભરુચ, વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, શુજાલપુર, વિદીશા, ઝાંસી, ફતેહપુર વગેરે સ્ટેશનોએ ઉભી રહેશે. આ સિવાય ટ્રેનનં. 09009 વલસાડ-પ્રયાગરાજ 1લી જાન્યુઆરીએ વલસાડથી સવારે 8-40 મિનિટે પ્રસ્થાન કરશે જે બીજા દિવસે 10-25 મિનિટે પ્રયાગરાજ પહોંચશે. રસ્તામાં આ ટ્રેન નવસારી, ભેસ્તાન, નંદુરબાર,ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુ, કટની, માનિકપુર વગેરે સ્ટેશનો પર ઉભી રહેશે.