શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર રામ મંદિર સંબંધિત તમામ નિર્માણકાર્ય પૂર્ણ થઈ ગયાં છે. સોમવારે (27 ઑક્ટોબર) આ જાણકારી આપવામાં આવી હતી. હાલ માત્ર મંદિર પરિસરના કમ્પાઉન્ડ, ટ્રસ્ટ કાર્યાલય અને અતિથિ ગૃહ વગેરેનાં કામ ચાલી રહ્યાં છે, પરંતુ તેને દર્શનાર્થીઓ સાથે કોઈ સંબંધ નથી. જ્યાં દર્શનાર્થીઓ આવે છે એ તમામ કામો પૂર્ણ કરી લેવામાં આવ્યાં છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે, ‘મુખ્ય મંદિર, પરકોટાનાં 6 મંદિરો– ભગવાન શિવ, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, સૂર્યદેવ, દેવી ભગવતી અને દેવી અન્નપૂર્ણા તેમજ શેષાવતાર મંદિર પૂર્ણ થઈ ચૂક્યાં છે. તેમની ઉપર ધ્વજદંડ અને કળશ પણ સ્થાપિત થઈ ચૂક્યાં છે.’
It is with great joy that we inform all devotees of Prabhu Shri Ramlalla Sarkar that all Mandir construction work has been completed. This includes the main Mandir and the six Mandirs within the precinct, dedicated to Mahadev, Ganesh Ji, Hanuman Ji, Suryadev, Maa Bhagwati, and…
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) October 27, 2025
ટ્રસ્ટ અનુસાર, સપ્ત મંડપ એટલે કે મહર્ષિ વાલ્મિકી, વશિષ્ઠ, વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, શબરી અને ઋષિપત્ની અહલ્યા મંદિર વગેરેનું નિર્માણકાર્ય પણ પૂર્ણ થઈ ચૂક્યું છે અને સંત તુલસીદાસ મંદિર પણ બની ચૂક્યું છે. જટાયુ અને ખિસકોલી પ્રતિમા પણ સ્થાપિત કરી દેવામાં આવી છે.
ટ્રસ્ટે સ્પષ્ટ જણાવ્યું કે જે કામોનો સીધો સંબંધ દર્શનાર્થીઓની સુવિધા સાથે છે કે અન્ય વ્યવસ્થાઓ સાથે છે એ તમામ પૂર્ણ થઈ ગયાં છે. નકશા અનુસાર રસ્તાઓ અને ફ્લોરિંગ પર પથ્થર લગાવવાનું કામ તેમજ ભૂમિ સૌંદર્ય અને હરિયાળી વગેરે તેમજ લેન્ડ સ્કેપિંગ અને 10 એકરમાં પંચવટીનું નિર્માણ હાલ તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આગામી 25 નવેમ્બરના રોજ અયોધ્યા મંદિર પર ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે, જેમાં મુખ્ય મંદિરના શિખર પર ધર્મધ્વજ લહેરાવવામાં આવશે. આ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમમાં લગભગ 6થી 8 હજાર મહેમાનોને નિમંત્રણ આપવામાં આવશે અને અન્ય પણ અનેક ધાર્મિક કાર્યક્રમો થશે.
મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જાણકારી આપતાં કહ્યું કે, “ધર્મધ્વજ ફરકાવવાનો અર્થ એ છે કે મંદિર નિર્માણ પૂર્ણ થઈ ગયું છે અને એક રીતે આ શ્રદ્ધાળુઓને મંદિરે આવવા માટે નિમંત્રણ પાઠવવા સમાન છે.”
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel