ગોહિલવાડમાં ધર્મ સેવામાં પ્રસિધ્ધ દાનેવ આશ્રમ સણોસરાનાં સેવાભાવી ગાદીપતિ મહંત નિરુબાપુ ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં જગતગુરુ નિરુદેવાચાર્યજી મહારાજ બન્યાં છે. મંગલપીઠાધીશ જગતગુરુ માધવચાર્યજી મહારાજની નિશ્રામાં સમારોહ યોજાયો હતો.
ભારતીય સંસ્કૃતિ અને ધર્મસ્થાન પરંપરા સાથે સંતો, ગાદીપતિઓ અને અખાડા વગેરેમાં વિવિધ સ્થાનની વિવિધ પદવીઓનું મહત્વ રહેલું છે.
સૌરાષ્ટ્રની આપણી જગ્યાઓમાં ગોહિલવાડમાં ધર્મ સેવામાં પ્રસિધ્ધ શ્રી દાનેવ આશ્રમ સણોસરાનાં ગાદીપતિ મહંત નિરુબાપુ ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં ભગવતપીઠ જગતગુરુ નિરુદેવાચાર્યજી મહારાજ બન્યાં છે. નિરુબાપુને મંગલપીઠાધીશ યજ્ઞસમ્રાટ જગતગુરુ માધવચાર્યજી મહારાજની નિશ્રામાં આ પદવીદાન અર્પણ કરવાનો સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે મહામંડલેશ્વર ગરીબરામજી મહારાજના નેતૃત્વમાં આ સમારોહમાં ભગવતપીઠ જગતગુરુ નિરુદેવાચાર્યજી મહારાજને સંતો, મહંતો અને ધર્મ ક્ષેત્રનાં મહાનુભાવો દ્વારા ભાવ સન્માન અર્પણ કરવામાં આવેલ. આ સમારોહમાં આશ્રમના લઘુ મહંત પ્રવિણબાપુને મહામંડલેશ્વર પદ આપવામાં આવ્યું.
મંગલપીઠાધીશ યજ્ઞસમ્રાટ જગતગુરુ માધવચાર્યજી મહારાજ સાથે દિલીપદાસજી મહારાજ (અમદાવાદ), લલિતકિશોરદાસજી મહારાજ (લીંબડી), રાજેન્દ્રદાસજી મહારાજ (વૃંદાવન) તથા મનમોહનદાસજી મહારાજ રાધે રાધે દ્વારા પ્રાસંગિક ભાવ ઉદબોધન કરવામાં આવેલ અને શ્રી નિરુબાપુ હવે જગતગુરુ બન્યાં છે, તેનો હર્ષ વ્યક્ત કરી આ પ્રસંગ આપણાં સૌના માટે ભાગ્યશાળી હોવાનું જણાવ્યું.
જગતગુરુ પદે નિરુદેવાચાર્યજી મહારાજે બિરાજતા પોતાનો ભાવ જણાવ્યો અને ગુરુદેવ વલકુબાપુની કીર્તિ વધે અને સેવા પુણ્યના પ્રતાપે સંતોના આશીર્વાદથી મને મળેલ આ પદનો અહમ્ ન જન્મે તેમ જણાવ્યું.
આશ્રમ પરિવારના લઘુમહંત પ્રવિણબાપુ અને સેવકોના સંકલન સાથે આ સમારોહનું સંચાલન મહેશભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું.
આ ધર્મ પ્રસંગે ઝીણારમજી મહારાજ (સિહોર), ઓલિયા બાપુ (ભાવનગર), રમજુબાપુ (અંબિકા આશ્રમ), રાજેન્દ્રદાસજી (તોરણીયા), રવુબાપુ (આંબલા), જયંતિરામબાપા, લવજી બાપા (નેસડી), બાબુરામજીબાપુ ( ધોળા), રાધાકૃષ્ણ શાસ્ત્રી સહિત સંતો, મહંતો, કથાકારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
મૂકેશ પંડિત
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel