Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

નડિયાદમાં હોમગાર્ડઝના જવાનોને અપાયેલી સીપીઆરની તાલીમ આપી માહિતગાર કરાયા

નડિયાદમાં હોમગાર્ડઝના જવાનોને અપાયેલી સીપીઆરની તાલીમ આપી માહિતગાર કરાયા

નડિયાદની એમએએમ યુનીવર્સીટી ખાતે હોમગાર્ડઝના જવાનોને CPRની તાલીમ આપવાનો વિષિષ્ટ કાર્યક્રમ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, જેસીઆઇ, ઇન્ડીયન મેડીકલ એસોસીએશન અને હોમગાર્ડઝદળના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અધ્યક્ષપદે ઉપસ્થિત રહ્યા હતા. અને હોમગાર્ડઝના જવાનોને તાલીમબદ્ધ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
કુંદનબેન દિનશા પટેલ ઓડીટોરીયમ ડીપીસીએમ કેમ્પસ કોલેજ નડિયાદ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં ચરોતરના દાનવીર વીણાબેન ઠાકોરભાઇ પટેલ, ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન, એમએએમ યુનિ., મહાગુજરાતના મહામંત્રી અનુપભાઇ દેસાઇ, મેડીકલ એસો.ના અગ્રણી, જેસીઆઇના પ્રમુખ સહિત હોમગાર્ડઝના અધિકારીઓ અને, માસ્ટર ટ્રેનર અને પ્રોફેસર સહિત નડિયાદ યુનિટના હોમગાર્ડઝ દળના જવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં બહેનો અને ભાઇઓએ સીપીઆરની તાલીમ લઇને અન્યના જીવ બચાવવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.