Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદ શહેરમાં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા આમળાના શણગાર કરાયા

નડિયાદ શહેરમાં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા આમળાના શણગાર કરાયા

શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા આમળાના શણગાર કરવામાં આવ્યા, સવારે 6:30 કલાકે શણગાર આવતી કરવામાં આવી. શિયાળાની શરૂઆત થતાં જ આજે દાદા ને આમળા નો ભોગ ધરાવવામાં આવ્યો અને દાદા ના ગર્ભ ગૃહ ને આમળાથી શણગારવામાં આવ્યું.

જેમાં 25 કિલો આમળાનો ઉપયોગ કરવામાં આવ્યો. દાદા ને પરંપરા મુજબસુખડી નો ભોગ જમાડવામાં આવ્યો સવારે સાત કલાકે દાદાને મલિન્દો જમાડવામાં આવ્યો અને રામધૂન કરવામાં આવી. આ મંદિર 142 વર્ષ જૂનું છે જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે જે મંદિરમાં દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદા ને મહાભોગ ધરાવવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે અનોખા દર્શન નો લાભ લેવા સવાર થી સાંજ સુધી મોટી સંખ્યામાં ભક્તો આવે છે.

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.