દર્શનાબેન ઠક્કર યુવાનો અને મહિલાઓને જોબ શોધનાર બનવાને બદલે જોબ આપનાર બનવા માટે પ્રોત્સાહિત કરે છે
તાજેતરમાં તાજ હોટલ, મુંબઈ ખાતે વર્લ્ડ વુમન લીડરશીપ કોંગ્રેસ એન્ડ એવોર્ડ દ્વારા યોજાયેલા ૧૧ માં ગ્લોબલ વુમન લીડર એવોર્ડ સમારોહમાં ગુજરાતના મહિલા ઉદ્યોગ સાહસિક દર્શના મનીષ ઠક્કરને ગ્લોબલ વુમન લીડર એવોર્ડ-2024 એનાયત કરાયો. આ એવોર્ડ સમારોહમાં વર્લ્ડના 15થી વધુ દેશની તેમજ ભારતના વિવિધ ભાગમાંથી જુદા જુદા ક્ષેત્રની મહિલાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.આ સમારોહમાં કેનેડા, દુબઇ,યુ.એ.ઈ.,સિંગાપોર, મલેશિયા,થાઈલેન્ડ,ફિલિપાઇન્સ, બાંગ્લાદેશ વગેરે દેશની મહિલા લીડરે ભાગ લીધો હતો.
આ સમગ્ર વડોદરા શહેર અને ગુજરાત માટે ખૂબ જ ગર્વની વાત છે. આ સન્માન આપવા બદલ તેઓએ તેમના બધા જ કલાઇન્ટ અને સ્ટાર્ટ અપનો તેમની કાબેલિયતમાં વિશ્વાસ રાખીને તેમની સાથે જોડાવાનો મોકો આપવા બદલ આભાર માન્યો હતો.
MSME Growth Expert તરીકે જાણીતા એવા દર્શનાબેન ઠક્કર , ગુજરાતની ઉભરતી બિઝનેસ કન્સલ્ટિંગ કંપની ટ્રાન્સફોર્મશન -ધ સ્ટ્રેટેજી હબના સ્થાપક અને સી.ઈ.ઓ. છે. દર્શનાબેન ઠક્કરએ એમ.એસ.યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગ અને બિઝનેસ ઓપેરશનમાં એમ.બી.એ.કરેલું છે.તેઓ ટોટલ ૨૮ વર્ષથી MSME ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ છે.
ટ્રાન્સફોર્મેશનમાં તેઓ સ્મોલ એકમને પ્રોફિટ વધારવા,ગ્રોથની વ્યૂહરચના અને ધંધાને સિસ્ટેમેટિક ચલાવવા માટે સપોર્ટ કરે છે. તેઓ જાપનીઝ મેનેજમેન્ટ ટેક્નોલોજી લીન સિસ્ટમના ફંડામેન્ટલસને ભારતીય વ્યવસાય ક્લ્ચરને અનુરૂપ રીતે બિઝનેસ પ્રોસેસમાં એપ્લાય કરીને ઓવરઓલ કોસ્ટ ઓછી કરવામાં કંમ્પનીને મહત્વની મદદ કરે છે.તેઓ કંપનીમાં એમ્પ્લોયીને જરૂરીયાત પ્રમાણે ટ્રેનિંગ આપીને પ્રોડકટીવીટી વધારવામાં ખુબ જ નિષ્ણાંત છે.
દર્શનાબેન ઠક્કર યુવાનો અને મહિલાઓને જોબ શોધનાર બનવાને બદલે જોબ આપનાર બનવા માટે પ્રોત્સાહિત કરે છે. ઉપરાંત બિઝનેસ શરુ કરવા અને તેને આગળ વધારવા માટે મેન્ટરીંગ અને હેન્ડ હોલ્ડિંગ પણ આપે છે.
તેઓ ગુજરાત વુમન લીડર, MSME ઓનર,મોસ્ટ ટ્રસ્ટેડ કન્સલ્ટન્ટ, ટોપ 50 સેલ્ફ-મેડ ફિમેલ એન્ટરપ્રિનીયોર અને એવા બીજા ઘણા ખિતાબ જીતી ચૂકેલા છે.
ગુજરાતનું ગૌરવ એવા દર્શનાબેન ઠક્કરને તેઓની આ ઝળહળતી કારકિર્દી અને સફળતાઓ બદલ અગ્રણીઓ, મિત્રો, શુભેચ્છકો અને જ્ઞાતિજનોએ અભિનંદન પાઠવ્યા હતાં.