હરિયાણામાંથી પાણી છોડવાને કારણે યમુના નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂર પ્રભાવિત વિસ્તારોમાં શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું છે કે દિલ્હીના જે વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યું છે ત્યાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ કરવામાં આવી રહી છે.’
दिल्ली के जिन इलाक़ों में पानी भर रहा है वहाँ पर सब सरकारी व प्राइवेट स्कूलों को बंद कर रहे हैं।
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 13, 2023
NDRFની ટીમ તૈયાર રાખવામાં આવી
દિલ્હીમાં મુશળધાર વરસાદ બાદ પૂરનો ખતરો છે. યમુના નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યા સુધીમાં દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 208.05 મીટરે પહોંચી ગયું હતું. આ બાદ યમુનાનું પાણી બજારની દિવાલમાંથી નીકળવા લાગ્યું છે. આજે સવારે 7 વાગ્યા સુધીમાં યમુનાનું જળસપાટી 208.46 મીટર નોંધાઈ હતી. આ સ્થિતિમાં પૂરના જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની એક બેઠક બપોરે 12 કલાકે બોલાવી છે. દિલ્હીમાં યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે ત્યારે કાશ્મીરી ગેટ વિસ્તારમાં કોઈપણ પરિસ્થિતિમાં ધ્યાને રાખી બચાવ માટે NDRFની ટીમ તૈયાર રાખવામાં આવી છે.
#WATCH | Civil Lines area of Delhi flooded, latest visuals from the area.
Several areas of the city are reeling under flood and water-logging as the water level of river Yamuna continues to rise following heavy rainfall and the release of water from Hathnikund Barrage. pic.twitter.com/UecZsfIBwb
— ANI (@ANI) July 13, 2023
યમુનાનું પાણી ઉત્તર દિલ્હીના મુખ્ય રસ્તા પર પહોંચ્યું
આજે યમુનાનું પાણી ઉત્તર દિલ્હીના મુખ્ય રસ્તા પર પહોંચી ગયું છે. આ સિવાય કાશ્મીરી ગેટ, રીંગ રોડ, આઈટીઓ પણ પાણી ભરાઈ ગયા છે તેમજ પૂર્વ દિલ્હીથી મધ્ય દિલ્હી અને કનોટ પ્લેસના કેટલાક માર્ગો પર પણ યમુનાનું પાણી આવવાનું શરૂ થઈ ગયું છે. નોંધનીય છે કે ગઈકાલે યમુના નદીનું જળસપાટી વધીને 207.83 મીટર થયું હતું જે 1978 બાદ રેકોર્ડ નોંધાવ્યો હતો. આ કારણે અનેક વિસ્તારોમાં પાણી પહોંચી જતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.