માલદિવ્સ સાથે તણાવ દરમિયાન ભારત જરુરીયાતની ચીજવસ્તુઓના નિકાસ માટે મંજૂરી આપી છે. ભારતના આ વલણ બાદ માલદિવ્સના વિદેશ મંત્રીએ ભારતનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. માલદિવ્સના વિદેશ મંત્રી મૂસા જમીરે એક્સ પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે, ‘માલદિવ્સને વર્ષ 2024-25 દરમિયાન ભારતમાંથી આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરવા સક્ષમ બનાવવા માટે ક્વોટાના નવીનીકરણ માટે હું વિદેશ મંત્રી એસ. જયશંકર અને ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું.’ તેમણે કહ્યું કે, “આ એક પ્રતીક છે, જે લાંબા સમયથી આપણા બંને દેશો વચ્ચે ચાલી આવતી મિત્રતા અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને વાણિજ્યને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.”
ભારતે ‘પાડોશી પહેલા’ ની નીતિ અદા કરી
માલદિવ્સમાં ભારત વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ભારત ‘પાડોશી પહેલા’ની નીતિ પર ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2024-25 માટે માલદિવ્સને આવશ્યક ચીજવસ્તુઓની નિકાસ વધારવા સંમતિ આપી છે. મોહમ્મદ મુઈઝુ રાષ્ટ્રપતિ બન્યા પછી માલદિવ્સમાં ચીનનો પ્રભાવ સતત વધી રહ્યો છે. તેવામાં ભારતનો આ નિર્ણય ઘણો મહત્ત્વનો ગણી શકાય છે. માલદિવ્સમાં ભારતીય હાઈ કમિશન દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું. જેમા કેન્દ્ર સરકારના નિર્ણયની વિગતો આપવામાં આવી છે.
I sincerely thank EAM @DrSJaishankar and the Government of #India for the renewal of the quota to enable #Maldives to import essential commodities from India during the years 2024 and 2025.
This is truly a gesture which signifies the longstanding friendship, and the strong…
— Moosa Zameer (@MoosaZameer) April 5, 2024
ભારતે નિકાસને મંજૂરી આપી
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘માલદિવ્સ સરકારની વિનંતી પર ભારત સરકારે કેટલીક ચોક્કસ માત્રામાં આવશ્યક ચીજવસ્તુઓની નિકાસને મંજૂરી આપી છે. આ સાથે નિકાસ કરવામાં આવતી દરેક વસ્તુઓ માટે ક્વોટા વધારવામાં આવી છે અને 1981માં આ વ્યવસ્થા શરુ થયા બાદ સૌથી વધારે છે. નિકાસની મંજૂરીની માત્રાઆ માલદિવ્સના વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે