ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને ચોટીલા ડુંગર પર માતાજીના મંદિરે આરતીનો સમય બદલાયો છે.. જેના પર નજર કરીએ તો પગથિયાનો દ્વાર ખુલવાનો સમય સવારે 5 વાગ્યાનો રહેશે. સવારની આરતીનો સમય સાડા પાંચ વાગ્યાનો રહેશે. સંધ્યા આરતી રાબેતા મુજબ સૂર્યાસ્ત પર જ થશે. મંદિરના ભોજનાલયમાં ભોજન પ્રસાદી રાબેતા મુજબ 11 વાગ્યાથી 2 વાગ્યા દરમ્યાન મળશે.
અંબાજી
30 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન ચૈત્રી નવરાત્રી નિમિતે અંબાજી આવનારા ભક્તો માતાજીના દર્શન યોગ્ય રીતે કરી શકે એ માટે મંદિરમાં દર્શન અને સવાર અને સાંજની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, તા.30/03/2025 ના સવારે 09:15 કલાકે ઘટ સ્થાપન કરવામાં આવશે.