બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિંદુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે. હિંદુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે, હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે. સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકે. આ અત્યાચાર ના વિરુદ્ધ માં ઇસ્કોન માં પૂ.સંત શ્રી ચિન્મય કૃષ્ણ દાસજી ના નેતૃત્વ માં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી પૂ.સંત શ્રી ને ખોટી રીતે જેલ માં ધકેલી દીધા છે. જે કૃત્ય પણ અમાનવીય છે.
રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)
શ્રી સંજયભાઈ પટેલ નડિયાદ વિભાગ કર્યવાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ