Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 27°C

પ્રયાગરાજ માં યોજવા જય રહેલ મહા કુંભ માં તાપી જિલ્લામાંથી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચાલી રહેલા અભિયાન હેઠળ એક થાળી એક થેલી ભેગી કરી આજરોજ પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવી

પ્રયાગરાજ માં યોજવા જય રહેલ મહા કુંભ માં તાપી જિલ્લામાંથી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચાલી રહેલા અભિયાન હેઠળ એક થાળી એક થેલી  ભેગી કરી આજરોજ પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવી

હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એટલે મહા કુંભ જે આ વર્ષે પ્રયાગરાજ ખાતે યોજવા જઈ રહેલ છે, આ મહા કુંભમાં દેશ-વિદેશથી 40 કરોડથી વધુ લોકો આવવાની સંભાવના છે ત્યારે ત્યાં જમવા તથા રહેવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ વધુ પ્રમાણમાં થતો હોય ત્યારે આ ઉપયોગને બંધ કરી સાથે સાથે પર્યાવરણનું જતન થાય તે હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પર્યાવરણ વિભાગ દ્વારા આ એક સરાહનીય અભિયાન ચલાવવામાં આવ્યું જેથી પ્રયાગરાજ ની પવિત્ર ધરતી પર લાખો ટન અને કચરાથી મુક્ત કરી સ્વચ્છ અને સુંદર નદીને ખરાબ ન થાય તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું.

વ્યારા નગર તથા સોનગઢ નગર દ્વારા મોટી સંખ્યામાં આ અભિયાનની સારી એવી સફળતા મળી હતી સાથે ગંગા સમગ્ર ની ટીમનો પણ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો આ યોજનાને સફળ બનાવવા તાપી જિલ્લા પર્યાવરણ વિભાગ ના રીતેશભાઈ પટેલ તથા જીગ્નેશભાઈ પાટીલ, હિતેશભાઈ શિવડે અને ગંગા સમગ્રના પ્રાંત અધિકારી સુદામભાઈ સાટોઠે દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી.

 

 

રિપોર્ટર- વિકાસ શાહ(તાપી)

Filed under Tapi Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.