આગામી માસે યોજાનાર ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ મળનાર છે. મહંત ગરીબરામબાપા અને નાની ખોડિયાર સેવક પરિવાર દ્વારા આયોજન થઈ રહ્યું છે.
અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસા આયોજિત દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્ર લાભ મળનાર છે. આગામી માસે યોજાનાર ત્રિવેણી સંગમ પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગિરનારીબાપુનાં સ્મરણ સાથે મહંત ગરીબરામબાપા અને નાની ખોડિયાર સેવક પરિવાર દ્વારા આયોજન તળે ભાવિક યાત્રિકો માટે લાભ મળનાર છે.
મહાકુંભમેળામાં દુઃખીશ્યામબાપા અન્નક્ષેત્રમાં હરસિદ્ધીજીનાં વ્યાસાસને ભાગવત કથા યોજાશે. પ્રયાગરાજ તીર્થમાં મહાકુંભમેળા પ્રસંગે જયદાસજીબાપુનાં સંકલન સાથે સેવક પરિવાર દ્વારા તૈયારીઓ થઈ રહી છે.