Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

ખેડા જિલ્લાના છ વિધાનસભા મતવિભાગમાં EVMનું વિતરણ

ખેડા જિલ્લાના છ વિધાનસભા મતવિભાગમાં EVMનું વિતરણ
ખેડા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા આગામી લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી અન્વયે તા. 04/04/2024 રાજકીય પક્ષોની હાજરીમાં ઇવીએમનું રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી, નિવાસી અધિક કલેકટર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી  તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીઓની ઉપસ્થિતિમાં નડિયાદથી FLC-OK પૈકી 2603-બી.યુ., 2345- સી.યુ. તથા 2497-વીવીપેટ જિલ્લાના છ વિધાનસભા મતવિભાગના સ્ટ્રોંગરૂમમાં મોકલવામાં આવ્યા હતા.
આ તમામ EVMને VTS (વ્હિકલ ટ્રેકિંગ સિસ્ટમ) એપ્લિકેશન દ્વારા જિલ્લાકક્ષાના કન્ટ્રોલરૂમમાંથી મોનીટર કરવામાં આવશે. જેથી ચૂંટણીના દિવસે તેને મતદાન મથકે પહોંચાડવામાં સરળતા રહેશે.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, નડિયાદ ખાતેના વેરહાઉસમાંથી આજે જિલ્લાના છ-વિધાનસભા મતવિસ્તારો માટે વિધાનસભાવાર ઇવીએમ/વીવીપેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક વિધાનસભામાં 125% બી.યુ. – સી.યુ. અને 135% વીવીપેટની ફાળવણી કરવામાં આવી છે. આ ઇવીએમ જે તે વિધાનસભા મતવિભાગના સ્ટ્રોંગરૂમ માં રાજકીય પક્ષોની હાજરીમાં મુકવામાં આવશે.
ખેડા જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે મતદાર જાગૃતિ અભિયાન સાથે મતદારોને સમક્ષ EVM તેમજ VVPATનું નિદર્શન કરવામાં આવી રહ્યું છે.

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.