નર્મદા જિલ્લામાં હાલમાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ચાલી રહી છે જે 29 માર્ચ 2025 થી શરૂ થઈ છે આ ધાર્મિક ઉત્સવ સાથે રાજકીય ગતિવિધિઓમાં જિલ્લામાં ઉત્સાહ બમણો કર્યો છે
ઉલ્લેખનીય છે કે હાલ ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે સાથે જ ઉતરવાહીની માં નર્મદા પરિક્રમાનો પણ શુભારંભ થયો છે આ પરિક્રમા કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશના કોણે ખૂણેથી આવતા હોય છે ત્યારે આ શ્રદ્ધાળુઓ માટે તંત્ર દ્વારા અનેક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ આ પરિક્રમા દરમિયાન તિલકવાડા થી શહેરાવ અને રેઘણ થી રામપુરા વચ્ચે બે વખત નર્મદા નદી પાર કરવાની થતી હોય છે જે માટે તિલકવાડા થી સહેરાવ વચ્ચે હંગામી ધોરણે બ્રિજ બનાવવામાં આવીયો છે તો બીજી તરફ રેઘણ અને રામપુરા વચ્ચે પાણી વધુ માત્રામાં હોવાને કારણે નાવડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં આ જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ નીલ રાવના હસ્તે રેઘણ નર્મદા ઘાટ ખાતે પરિક્રમાવાસીઓ માટે નાવડીઓનો શુભારંભ કરવામાં આવ્યો છે આ વ્યવસ્થા હોવાને કારણે પરિક્રમા વાસ્યો સરળતાથી ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમા પૂર્ણ કરી શકશે જેથી લઈ શ્રદ્ધાળુઓમાં અનેક ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર -શૈશવ રાવ નર્મદા
બાઈટ. નિલ રાવ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી નર્મદા