Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ

બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ

આજરોજ કલેક્ટર કચેરી સભાખંડ,પાલનપુર ખાતે
બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં”દિશા”બેઠકના અધ્યક્ષ અને સાંસદ ગેનીબેન ઠાકોરએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે, લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ સેવાઓનો લાભ મળે તથા વિશેષ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસના કાર્યો થાય તે જરૂરી છે. આ દિશા બેઠકમાં સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરી બાબતે ચર્ચા કરાઈ હતી.

આ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોરએ જિલ્લા વહીવટી તંત્રની સારી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. બેઠકમાં તેમણે ખાસ કરીને દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધે તથા મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભર બને તે દિશામાં કામ કરવા સૂચન કર્યું હતું. આ સાથે લોકોને વ્યસનમુક્તિ તરફ આગળ વધવા આહવાન કર્યું હતું. સાંસદે વિવિધ બસ સ્ટેશન, શાળાઓ અને કોલેજ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ અને શી ટીમની કામગીરીને આગળ વધારવા જણાવ્યું હતું. આ સાથે પાણી પુરવઠા વિભાગમાં જે ગેર કાયદેસર કનેક્શન હોય તો તેને ત્વરિત દૂર કરવા જણાવ્યું હતું.

આ સાથે ગ્રામીણ વિકાસ વિભાગ, કૃષિ ખેડૂત અને કલ્યાણ વિભાગ, પંચાયત રાજ, આવાસ અને શહેરી વિભાગ, જળ સંસાધનો નદી વિકાસ અને ગંગા સંરક્ષણ, પશુપાલન અને ડેરી, મહિલા ને બાળ વિકાસ, આરોગ્ય, પેય જળ અને સ્વચ્છતા વિભાગ, ભૂમિ અને સંસાધન, શિક્ષણ, પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન, સડક પરિવહન અને રાજમાર્ગ, ખાણ મંત્રાલય, સામાજિક ન્યાય અને અધિકારીતા, વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ, લઘુ ને મધ્યમ ઉદ્યમ મંત્રાલય, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ જેવા વિભાગો અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી.

દિશા બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાના ખારાશ પ્રદેશોમાં ખેડૂતોને પોતાની જમીન પર કયાં ક્યા પાક વાવી શકાય તેના માટે ખારાશ જમીનને પ્રયોગશાળામાં ચેક કરીને ખેડૂતોને ઉપયોગી એવી પુસ્તિકાને પ્રકાશિત કરવા જણાવ્યું હતું. તેમણે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તથા ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે દિશામાં કામ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં ઈ.ચા જિલ્લા વિકાસ અધિકારી સી.પી.પટેલ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

રિપોર્ટર- ભુરપુરી ગોસ્વામી (બનાસકાંઠા)

Filed under Banaskantha Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.