ભારતે ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટ હરાવી વિજય બન્યું હતું. આ વિજયના ઉન્માદ અને ઉજવણીને લઈને નવસારીમાં લોકોએ ફટાકડા ફોડ્યા હતા અને ડીજેના તાલે નાચ્યા હતા. આ સાથે જ લોકોએ તિરંગા સાથે બાઇક, કારની રેલી યોજી હતી. શહેરના ટાવર વિસ્તાર, લુંસિકુઈ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જેને પગલે ટ્રાફિકના દૃશ્યો પણ સર્જાયા હતા. તો કાયદો વ્યવસ્થા ન બગડે અને લોકોની ઉજવણીના રંગમાં ભંગ ન પડે તે માટે ભીડને વિખેરી હતી.
ઉલ્લેખનીય છે કે, ફાઇનલ મેચ હોય અને રવિવાર હોય ઘણી જગ્યાએ પ્રોજેક્ટર અને એલઈડી લગાવીને સામૂહિક મેચ નિહાળી હતી અને સામુહિક ઉજવણી પણ કરી હતી. જાણે હોળીના તહેવાર પહેલા નવસારીના દિવાળીનો પર્વ હોય તેમ લોકોએ ઉજવણી કરી હતી.