આજકાલ ભારત સહિત દુનિયાભરમાં હાર્ટ પેશન્ટની સંખ્યા વધી રહી છે અને તેમાં સૌથી મોટી સમસ્યા છે હાર્ટ બ્લોકેજની. આપણી બદલાતી જતી લાઈફસ્ટાઈલ અને ખાનપાનને કારણે હવે હાર્ટ બ્લોકેજથી લઈને તમામ હાર્ટની બિમારીઓ હવે સામાન્ય બની ગઈ છે. હાર્ટ બ્લોકેજને કારણે ધબકારા અનિયમિત થઈ જાય છે અને ધીમા પડી જાય છે. સામાન્ય રીતે 35-40 વર્ષની ઉંમર બાદ હાર્ટ બ્લોકેજના વધુ કેસ જોવા મળે છે. જોકે તમારી રોજિંદી જીવનશૈલીમાં નીચે જણાવેલ કેટલીક ખાસ આદતો અપનાવો છો, તો તમે હાર્ટ બ્લોકેજથી બચી શકો છો. ચાલો જાણીએ કે તમારે Heart Blockageથી બચાવવા માટે શું ઉપાય કરવા જોઈએ…
નટ્સ અને બીજ :
બદામ, અખરોટ અને ચિયાના બીજ (Chia Seeds) જેવા નટ્સ અને બીજ હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. હૃદયને સ્વસ્થ રાખતી નોંધપાત્ર ચરબી તેમાં હોય છે. દરરોજ મુઠ્ઠીભર બદામ ખાવાથી હૃદય તંદુરસ્ત રહે છે.
ધૂમ્રપાન-દારૂ ટાળો :
ધૂમ્રપાન અને આલ્કોહોલ હૃદય માટે ખૂબ જ હાનિકારક છે. તેનાથી હંમેશા દૂર રહો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો. ધૂમ્રપાન છોડવાથી Heart Diseasesનું જોખમ મહદઅંશે ઘટી જાય છે.
સ્ટ્રેસ ફી જીવો :
હૃદય રોગોનું મુખ્ય કારણ તણાવ છે. ધ્યાન, યોગ અને સારી ઊંઘથી સ્ટ્રેસ ઓછો કરો. દરરોજ ધ્યાન ધરવાથી મન શાંત રહે છે અને હૃદયની તંદુરસ્તી સુધરે છે.
પાણી અને કસરત અતિજરૂરી :
પાણી શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને લોહીને પાતળું રાખે છે. દરરોજ ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવો. પૂરતું પાણી પીવાથી હૃદયની ધમનીઓમાં બ્લોકેજનું જોખમ ઓછું રહે છે. આ સિવાય દરરોજ ઓછામાં ઓછો 30 મિનિટ વ્યાયામ કરો. ચાલવું, દોડવું, સાયકલિંગ અને યોગ કરવું હૃદય માટે સારું છે. આ પ્રક્રિયાઓ રક્ત પરિભ્રમણને સુધારે છે અને હૃદયને મજબૂત બનાવે છે. નિયમિત કસરતથી બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે.
આમ જંક ફૂડ અને તળેલો ખોરાક ટાળો. સંતુલિત આહાર(Balanced Diet)માં શાકભાજી, ફળો, કઠોળ અને આખા અનાજનો સમાવેશ કરો. યોગ્ય ડાયેટની સાથે નિયમિય વ્યાયામ કરો અને સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવો, તમારૂં હૃદય ફિટ એન્ડ ફાઈન રહેશે.